Western Times News

Latest News from Gujarat India

‘જુગ જુગ જીવો’ ફિલ્મના પ્રમોશન માટેે વરૂણ-કિયારાએ અમદાવાદની મુલાકાત લીધી

આગામી ર૪મી જૂનના રોજ પ્રસિધ્ધ થનારી ફિલ્મ ‘જુગ જુગ જીવો’ ના પ્રમોશન માટે અમદાવાદ ની મુલાકાતે આવેલા સ્ટારકાસ્ટ ‘વરૂણ ધવન અને કિયારા અડવાણી એ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ કે આ એક સંપૂર્ણ કૌટુંબિક ફિલ્મ છે. લગ્ન પછી નવદૃપતિ વચ્ચે જે તનાવનું વાતાવરણ સર્જાય છે તે અંગે ફિલ્મમાં આલેખાયુ છે.

ફિલ્મમાં કોમેડી, ડાન્સની સાથે ગુરૂરંધાવાના ગીતનો સમાવેશ થાય છે. જે દર્શકોને પસંદ આવશે. આ ફિલ્મમાં અન્ય કલાકારોમાં અનિલ કપુર, નીતુ કપુર તથા મનિષ પટેલ છે. એકદમ હળવા મૂડમાં જણાતા વરૂણ ધવન અને કિયારા અડવાણી એ મીડીયાના તમામ પ્રશ્નોનો જવાબ આપ્યા હતા.

વરૂણ ધવને પોતાની આગવી શૈલીમાં ગુજરાતમાં ‘કેેમ છો બધા? મજામાં ને ? તેમ પૂછ્યુ હતુ. આ તબક્કે તેમને ઉમેર્યુ હતુ કે તેઓ ગુજરાત સાથે સંકળાયેલા છે. તેમના ભાભી ગુજરાતી છે. ખાસ કરીને વરૂણ ધવને અમદાવાદની કેોફી હાઉસને લઈને પ્રશ્ન કર્યા હતા કે અહીંયાની કોફી, હાઉસ ખુબ જ પ્રખ્યાત છે. તેથી કોઈ સારી કોફી હાઉસની માહિતી આપો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers