Western Times News

Latest News from Gujarat India

મિયાં બીવી ઓર મર્ડરનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

મુંબઈ,  એમએક્સ પ્લેયરની નવી સિરીઝ મિયાં બીવી ઓર મર્ડરનું ટ્રેલર આવ્યું છે. જાે તમે સસ્પેન્સ અને થ્રિલરના શોખીન છો તો તમને આ ટ્રેલર ખૂબ જ રોમાંચક લાગશે અને સાથે તેમાં કોમેડી પણ જાેવા મળશે. એમએક્સ પ્લેયરે વધુ એક એન્ટરટેઈનિંગ સિરીઝ ‘મિયાં બીવી ઓર મર્ડર’ની જાહેરાત કરી છે.

જેમાં એક્ટરમાં મંજરી ફડણીસ અને રાજીવ ખંડેલવાલ જાેવા મળી રહ્યા છે. તેઓ પતિ-પત્ની છે અને સાત વર્ષથી એક નિષ્ફળ લગ્નમાં તેઓ બંને સ્ટ્રગલ કરી રહ્યા છે. ત્યારે એક રાત્રે એવી ઘટના બને છે કે તેઓનું જીવન બદલાઈ જાય છે અને પછી જીવતા રહેવા માટે તેમણે સાથે રહેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે.

મિયાં બીવી ઓર મર્ડરના ટ્રેલરમાં ઘણાં ટિ્‌વસ્ટ જાેવા મળી રહ્યા છે. જેમાં એ પ્રકારના ટિ્‌વસ્ટ છે કે ગોળીઓ ચાલી રહી છે. એક પછી એક મૃતદેહને ઠેકાણે પાડવાનું કામ થઈ રહ્યું છે. આ કહાણીમાં દગાબાજ ચોર, ખતરનાક ગેંગસ્ટર્સ, બ્લેકમેઈલ કરતા પોલીસ અધિકારી અને કામવાળા બહેન જાેવા મળી રહ્યા છે.

મિયાં બીવી ઓર મર્ડર સિરીઝ વિશે વાત કરતા એક્ટર રાજીવ ખંડેલવાલે કહ્યું કે મેં અગાઉ ક્યારેય આવું કામ નથી કર્યું. અમે આ સિરીઝનું શૂટિંગ ત્યારે કર્યું હતું કે જ્યારે કોરોના વાયરસની મહામારીના કારણે આસપાસમાં ટેન્શનનો માહોલ હતો. આ એક ડાર્ક કોમેડી છે અને મેં અગાઉ ક્યારેય પણ કોઈ ડાર્ક કોમેડી કરી નથી.

સુનીલ મનચંદાના ડિરેક્શનમાં બનેલી આ સિરીઝ ‘મિયાં બીવી ઓર મર્ડર’માં રુષદ રાણા, અસ્મિતા બક્ષી અને પ્રસાદ ખાંડેકર મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ તારીખ ૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે. જ્યારે બીજી બાજુ ‘મિયાં બીવી ઓર મર્ડર’ની લીડ એક્ટ્રેસ મંજરી ફડણીસ જણાવે છે કે, હું તારીખ ૧ જુલાઈની રાહ જાેઉં છું કે જ્યારે આ સિરીઝ એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે.

આ સિરીઝનો હિસ્સો બની એટલે હું ખૂબ ખુશ છું. અમને ‘મિયાં બીવી ઓર મર્ડર’ના શૂટિંગમાં જેટલી મજા આવી હતી તેટલી જ મજા દર્શકોને પણ આ સિરીઝ જાેતી વખતે આવશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers