Western Times News

Gujarati News

ચીનની વુહાન લેબમાંથી જ કોરોના વાયરસ ફેલાયો હતો ડબ્લ્યુએચઓ

નવીદિલ્હી, WHOના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ ઘેબ્રેયસસે યુરોપિયન નેતા સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી ફેલાયો હતો. ડેઈલી મેલના અહેવાલ મુજબ, તેમને આશંકા છે કે વુહાન લેબમાં અકસ્માતને કારણે વાયરસ ફેલાયો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, WHO હંમેશા આ હકીકતને જાહેરમાં સ્વીકારવાનું ટાળે છે.

જાેકે ડેઈલી મેલે તે વરિષ્ઠ યુરોપિયન રાજકારણીનું નામ જાહેર કર્યું નથી જેની સાથે ગેબ્રેયેસિસે ખાનગી ચર્ચામાં સ્વીકાર્યું હતું કે વાયરસ ચીનની વુહાન લેબમાંથી ફેલાયો હોઈ શકે છે. જ્યારે થોડા દિવસો પહેલા WHOના ડાયરેક્ટર જનરલે જાહેરમાં કહ્યું હતું કે આ વાયરસ ક્યાંથી આવ્યો અને મનુષ્યમાં કેવી રીતે આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. વાયરસના મૂળને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ભવિષ્યમાં આવા રોગચાળાને ટાળી શકાય.

WHOના ડાયરેક્ટર જનરલે કહ્યું કે કોરોના વાયરસના મૂળને નૈતિક રીતે શોધી કાઢવાની જવાબદારી અમારી છે. તેને જાણવામાં જેટલો લાંબો સમય લાગે છે, તેના વિશે સમજવું તેટલું મુશ્કેલ બને છે. આ જવાબદારી કોરોના સંક્રમિત લોકો, જીવ ગુમાવનારા લોકો અને તેમના પરિવારો પ્રત્યે છે.

તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં, WHO દ્વારા ૨૦૨૧માં રચવામાં આવેલી નિષ્ણાત પેનલે જણાવ્યું હતું કે કોરોના ચેપની શરૂઆત વિશે જાણવા માટે કોઈ મહત્વપૂર્ણ ડેટા ઉપલબ્ધ નથી. જાે કે, એવી પણ આશંકા છે કે વાયરસ ચામાચીડિયામાંથી માણસોમાં આવ્યો હોઈ શકે છે. WHO નિષ્ણાતો એ મુદ્દો ઉઠાવી રહ્યા છે કે ચીન કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસમાં સહયોગ નથી કરી રહ્યું.HS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.