Western Times News

Gujarati News

ભરૂચના સ્ટેશન રોડ ઉપરના ભૃગુમંઝિલ શોપીંગમાં દુકાનોના તાળા તૂટ્યા

(વિરલ રાણા) ભરૂચ, 
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ભૃગુમંઝિલ શોપીંગ સેન્ટરની ૪ દુકાનોના એક સાથે તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપતા આસપાસના દુકાનદારો સહિત વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.તો ચોરીના પગલે પોલીસ દોડતી થઈ હતી.

ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ભૃગુમંઝિલ શોપિંગ સેન્ટરમાં રાત્રીના સમયે તસ્કરોએ એક સાથે ૪ જેટલી દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયાની પોલીસને જાણ કરાતા જ એ ડિવિઝન પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરીને અંજામ આપતા સીસીટીવીમાં ફૂટેજ મળતા તેના આધારે તસ્કરોનું પગેરૂ શોધવા કવાયત હાથધરી છે.

જોકે તસ્કરોએ કેટલાની ચોરીને અંજામ આપ્યો છે તે હાલમાં તેની વિગતો હજુ સુધી સામે આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના સ્ટેશન રોડ પર અવારનવાર થતી ચોરીની ઘટના પોલીસ માટે ખુલ્લો પડકાર છે .

અને પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.