Western Times News

Gujarati News

અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

અમરેલી , રાજ્યના અનેક જિલ્લામાં બપોર બાદ વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મેઘમહેર કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છે. તાલુકાના બાઢડા, હાથસણી, રાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ઘારી શહેરમા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ વરસ્યો છે. ઘારી શહેરમાં સારો વરસાદ શરૂ થયો છે. ઘારીના ગીર વિસ્તારના સરસીયા જીરા દુઘાળા દલખાણીયા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ખીચા દેવળા વિરપુર સહીતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

સારા વરસાદથી ઘરતી પુત્રોમા ખુશીનો માહોલ છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કુંકાવાવ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વડીયામાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડિયા,બરવાળા બાવળ,મોરવાડા,બાટવાદેવળી વાવડીરોડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વાવડીરોડ ગામે નદીમાં પુર આવ્યું. માવજિંજવા, ખારી, મેઘા પીપરીયા સહીતના ગામોમાં વરસાદ પડ્યો છે.

વાવણી લાયક વરસાદથી ખેડૂતોમા ખુશીનો માહોલ છે. વડિયા કુંકાવાવ પંથકમાં મેઘો મંડાયો છે. વડિયા તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ છે. કુંકાવાવ પંથકના વાવડીરોડ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવડીરોડ ગામે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

બપોર બાદ વાતાવરણ પલટાયું અને વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામા સતત મેઘરાજા મહેરબાન થયા છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. બગસરાના ઘંટીયાણ માણેક વાડા અને લુઘીયામા સારો વરસાદ વરસ્યો છે. આ વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમા ખુશીનો માહોલ છે.

લીલીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે. છેલ્લા ૧૫ દિવસથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા વરસાદ પડી રહ્યો છે. લીલીયા પંથકના પાંચ તલાવડા ગામમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. ખેડુતોએ કેટલાક વિસ્તારમાં વાવણીનો કર્યો પ્રારંભ.

જૂનાગઢ,સુરત અને નવસારીના કેટલાક વિસ્તારોમાં મેઘરાજ મહેર કરી રહ્યા છે. જુનાગઢ – માળીયા હાટીના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. પવન સાથે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. ગડુ, શેરબાગ તેમજ આજુબાજુના વિસ્તારના ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

ગડુ, સમઠિયાળા, ખોરાશા, ઝડકા, ધણેજ, ભંડુરી, ગળોદર, જુથળ, પાણીધ્રા, લાઠોદ્રા, ગાગેચા જેવા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.