Western Times News

Gujarati News

વીજળીથી જાનમાલનું રક્ષણ કરવા ઈસરોના પાયલોટ પ્રોજેક્ટ શરૂ

રાજકોટ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા વીજળીમાંથી પાવર ઉત્પન્ન કરવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં દેશનાં અલગ અલગ શહેરોમાં ૧૦ જગ્યા પર લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીન મૂકવામાં આવ્યા છે. દેશમાં ૧૦ જગ્યામાંથી બે સ્થળ એવાં રાજકોટ અને કચ્છનાં માંડવીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ISRO launches pilot project to protect lives and property from lightning

ચોમાસાની સિઝન દરમિયાન વીજળી પડવાના બનાવો બનતા હોય છે. ત્યારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાનમાલનું નુકસાન અટકાવવા માટે લાઈટનિંગ ડિટેક્શન સેન્સર મશીનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ સ્થિત લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજમાં આ સેન્સર દોઢ મહિના પહેલા મૂકવામાં આવ્યું હતું.

આ સેન્સર મશીનની આસપાસ ૨૦૦ કિલોમીટરની રેન્જમાં વીજળી પડે તો એનું ચોક્કસ લોકેશન ડેટા સ્ટોર થશે. જેનાં આધારે ઈસરો દ્વારા સંશોધન કરશે. આમ, રાજકોટમાં મૂકેલું સેન્સર અમદાવાદ જિલ્લાના બાવળાથી લઈ અમરેલી સહિત ૧૧ જિલ્લામાં પડતી વીજળીનું પર્ફેક્ટ લોકેશન જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો જાનમાલનું નુકસાન અટકાવી શકાશે.

રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતનાં જીલ્લાઓમાં ચોમાસા દરમિયાન વિજ પડવાનાં બનાવો સૌથી વધુ સામે આવતા હોય છે. જાેકે આ પાયલોટ પ્રોજેક્ટને કારણે ચોમાસામાં જે વિસ્તારમાં વીજળી પડે છે તેનું લાઇવ લોકેશન ઇશરો દ્વારા જાણી શકાશે. જે વિસ્તારમાં વધુ વીજળી પડે છે તે વિસ્તારમાં ઇસરો દ્વારા રીસર્ચ કરવામાં આવશે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.