Western Times News

Gujarati News

અમદાવાદ: અજાણ્યા યુવકે યુવતીને પરેશાન કરતા ફરિયાદ

અમદાવાદ, સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યારેક પરેશાનીનું કારણ પણ બને છે. આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. હવે વધુ એક ઘટના અમદાવાદ શહેરમાં પ્રકાશમાં આવી છે.

Ahmedabad: An unidentified youth complained of harassing a young woman

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે તેને અલગ અલગ આઈડી ઉપરથી કોઇ શખ્સ મેસેજ કરી મિત્રતા કરવા અને ગર્લફ્રેન્ડ બનવા માટે દબાણ કરતો હતો. યુવતી આ શખ્સને ઓળખતી ન હોવાથી તેને જવાબ આપતી ન હતી.

પરંતુ આ શખ્સે તમામ હદ વટાવી યુવતીના નામનું ફેક આઈડી બનાવી તેના ફોટા અપલોડ કરી બીભત્સ લખાણ લખી તેની બદનામી કરતાં યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સરદારનગરમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી તેના પિતા અને ભાઈ સાથે રહે છે. યુવતીના પિતા કડિયા કામ કરે છે અને ભાઈ ચિલોડા પાસે નોકરી કરે છે. યુવતી વટવા જીઆઈડીસી ખાતે એક કંપનીમાં નોકરી કરે છે અને ઇન્સ્ટાગ્રામ આઇડી ધરાવે છે.

થોડા મહિના પહેલા આ યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અન્ય એક આઈડી ઉપરથી મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ ‘તું મારી સાથે મિત્રતા કરી લે, મને તું પસંદ છે’ તેવો મેસેજ કર્યો હતો. યુવતી તેને ઓળખતી ન હોવાથી તેણીએ કોઈ જવાબ આપ્યો ન હતો.

તેમ છતાં આઈડી પરથી શખ્સ સતત મેસેજ કર્યા કરતો હતો. વારંવાર આ શખ્સ યુવતીને મેસેજ કરતો હતો. થોડા દિવસ બાદ એક અલગ આઈડી ઉપરથી આ યુવતીને મેસેજ આવ્યો હતો. જે યુવતીના ઓરિજિનલ આઇડી જેવું જ હતું એટલે કે ડુપ્લીકેટ હતું.

આ ડુપ્લીકેટ આઇડીમાં યુવતીનો ફોટો હતો, જેના પરથી યુવતીને મેસેજ આવ્યો કે, ‘જાે તું મારી સાથે વાતચીત નહીં કરે અને મારી ગર્લફ્રેન્ડ નહીં બને તો હું તને હેરાન કરી નાખીશ. જે બાદમાં યુવતીને બીભસ્ત લખાણવાળા ત્રણ આઈડી પરથી મેસેજ આવવાના શરૂ થયા હતા.

યુવતીએ તપાસ કરતા આ તમામ આઇડીમાં તેણીના ફોટો પણ અપલોડ થયા હતા. આ ઉપરાંત યુવતીને ખૂબ જ અશ્લીલ રીતે દર્શાવી તેના વિશે બીભત્સ લખાણ પણ લખાયું હતું. જેથી યુવતીએ જે તે આઈડીના નંબર પર ફોન કરતા સામેના શખ્સે મિત્રતા કરવા દબાણ કર્યું હતું. બાદમાં નંબર બંધ કરી દીધો હતો. યુવતીને બદનામ કરાતા તેણીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.