Western Times News

Gujarati News

દાણીલીમડામાં જુગાર રમતાં દસ શખ્શો ઝડપાયાઃ તમામ શખ્શો સ્થાનિક રહેવાસી

અમદાવાદ : ગુજરાત સરકારે દારૂ તથા જુગારની પ્રવૃત્તિ વિરુદ્ધ કડક હાથે કામ લેવાનાં આદેશ આપ્યા બાદ પોલીસ તંત્ર કામે લાગી ગયુ છે જેના પગલે છેલ્લાં કેટલાક દિવસોમા વિવિધ વિસ્તારોમા દરોડા પાડીને પોલીસે દારૂ જુગારનાં અડ્ડાઓ પરથી સંખ્યાબદ્ધ શખ્શો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે જેના પગલે અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા સંચાલોકમા પણ ફફડાટ ફેલાયો છે આવી જ કાર્યવાહી શુક્રવારે કરવા આવતા દાણીલીમડા પોલીસે ગુલામનગરથી દસ
જુગારીઓની અટક કરીને મોટા પ્રમાણમા મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે દાણીલીમડા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી એ વખતે ગુલામનગર રોડ એચએસ કાંટાની બાજુની ગલીમા કેટલાક શખ્શો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેનો આધારે રાતે પોણા બે વાગ્યાના સુમારે પોલીસની ટીમ ત્રાટકતા શખ્શોમાં નાસભાગ મચી હતી જા કે ભણવાનો પ્રયાસ કરતા તમામ શકુનિઓને પોલીસે ઝડપી લીધા હાત

જેમની પુછપરછમા તેમના નામ વસીમ છીપા રફીક પઠાણ યામીન છીપા હેદર કુરેશી સેહજાદ શેખ, સહેજાદ છીપા, અનવર શેખ સમીર છીપા સમીર રાવત અને વાહીદ રંગરેજ હોવાનું ખુલ્યુ છે

તમામ શ્ખ્શો દાણીલીમડા વિસ્તારના રહેવાસી છે તમામની અટક કરીને તેમને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા જ્યા કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.

નોધનીય છે કે દારૂ જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવાનાં તંત્રનાં આદેશ બાદ પોલીસે અસામાજીક તત્વો ઉપર ધોસ વધારી છે અને ખાસ કરીને જુગારના અડ્ડા ઉપર સતત ફેઈડ કરવામાં આવી રહી છે જેનાં કારણે જુગારીઓ તથા જુગારના સંચાલકોમા ફફડાટ ફેલાયો છે. પોલીસની કડક કાર્યવાહી પગલે દારૂ જુગારનાં અડ્ડાઓ ઉપર સતત રેઈડ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.