Western Times News

Gujarati News

મુંબઈના કુર્લામાં ચાર માળનું બિલ્ડિંગ પડતાં ૧૦નાં મોત

મુંબઈ, મુંબઈમાં કુર્લા સ્થિત એક ૪ માળની બિલ્ડિંગ અચાનક સોમવારે રાત્રે ધરાશયી થઈ હતી. આ દુર્ઘટનામાં ૧૦ લોકોના મોત થયા છે અને ૧૩ લોકો ઘાયલ થયા છે. ઘાયલ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના દરમિયાન બિલ્ડિંગમાં ૨૦થી ૨૫ લોકો દટાયા હતા. જેમાંથી મોટા ભાગના લોકો બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ૧૦ લોકોના મોત થઈ ગયા છે.

ઘટના સ્થળે પહોંચેલા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે, તે ખૂબ જ જર્જરિત થઈ ચૂકી હતી અને લોકોને સ્થળાંતર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.
આ ઘટના મુંબઈના નાઈક નગરની છે. સૂચના મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને હજુ પણ રાહત અને બચાવ અભિયાન ચાલું છે.

મળતી માહિતી પ્રમાણે ઘટના દરમિયાન કાટમાળમાં ૨૦થી ૨૫ લોકો દટાયા હોવાની સૂચના મળી હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસે તાત્કાલિક કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.
હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે અને મોટા ભાગના લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રાહત કાર્યમાં મદદ માટે એનડીઆરએફની ટીમને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી છે.

ઘટના સ્થળ પર પહોંચેલા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ પરિસ્થિનો તાગ મેળવ્યો હતો અને જણાવ્યું કે, આ ૪ માળની ખૂબ જ જર્જર થઈ ચૂકી હતી. આ બિલ્ડિંગમાં રહેનારા લોકોને બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં તેઓ ત્યાં બળજબરી પૂર્વક રહી રહ્યા હતા. આ જ કારણ છે કે, બિલ્ડિંગ ધરાશયી થઈ છે અને લોકો તેમાં ફસાયા છે.

તેમણે એ પણ જણાવ્યું કે, જ્યારે બીએમસી આ બિલ્ડિંગને આપી હતી ત્યારે જ સ્વેચ્છાથી ખાલી કરી દેવી જાેઈએ. જાે આમ કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટનામાં લોકોને નુકસાન ન થયું હોત.
અમે આવી જર્જરિત ઈમારતો શોધી કાઢીશું અને તેના પર કાર્યવાહી શરૂ કરીશું, જેથી ભવિષ્યમાં કોઈને નુકસાન ન થાય.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.