Western Times News

Gujarati News

ઇરાકમાં નવેસરથી સરકાર વિરૂધ્ધ પ્રદર્શન: ૪૨ લોકોના મોત

બગદાદ, ઇરાકમાં સરકારની વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન ખુબ હિંસક થઇ ગયું છે.નવેસરથી શરૂ થયેલ ્‌રદર્શનોમાં ૪૨ લોકોના મોત નિપજયા છે દેખરેખ સમૂહ અને સુરક્ષા સુત્રોએ આ માહિતી આપી છે. આ પહેલા ઓકટોબરની શરૂઆતમાં થયેલ પ્રદર્શનોમાં ૧૫૦થી વધુ લોકોના મોત થયા હતાં આ દરમિયાન ઇરાકના સર્વોચ્ચ શિયા સંગઠનના અધિકારીઓ અને સંયુકત રાષ્ટ્ર સહિત અનેક સંસ્થાઓએ સંયમ રાખવાની અપીલ કરી છે.

ગુરૂવાર સાંજ સુધી સ્થિતિ શાંત હતી જયારે પ્રદર્શનકારીઓ સુરક્ષા દળોને ફુલ આપતા નજરે આવ્યા પરંતુ શુક્રવારે સાંજ સુધી પ્રદર્શને હિંસક રૂપ લઇ ગયું અને હિંસા શરૂ થઇ અને ૪૨ લોકોના જીવગયા તેમાંથી અડધા લોકોએ સશ† જુથો તે સરકારી એકમોના મુખ્ય કાર્યાલયો પર હુમલો કર્યો હતો સુરક્ષા સુત્રોએ જણાવ્યું હતું કે ફકત દિવનિયાહમાં જ ૧૨ લોકોના મોત થયા હતાં જેમણે બદ્ર સંગઠનના મુખ્ય કાર્યાલય પર હુમલો કર્યો હતો. જયારે દેખરેખ સમૂહે જણાવ્યું હતું કે પાટનગર અને ચાર દક્ષિણી પ્રાંતમાં ટીયરગેસના ગોળા અથવા ગોળી વાગવાથી ૩૦ લોકોના મોત નિપજયા હતાં ઇરાકી સંસદમાં આ પ્રદર્શન પર ચર્ચા કરવામાં આવશે.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોનો આ વિરોધ ભ્રષ્ટાચાર બેરોજદારી અને મૂળભૂત સુવિધાના અભાવને લઇ એક ઓકટોબરે શરૂ થયો હતો ત્યારબાદ આ વિરોધ શિયા બહુસંખ્યક દક્ષિણી પ્રાંતો સુધી ફેલાઇ ગયો અને સ્થિતિ સંભાળવા માટે કરફયુ લગાવી દેવામાં આવ્યો અને ઇટરનેટ સેવાઓને પણ બંધ કરી પડી હજારોની સંખ્યામાં લોકો બગદાદના તહરીક ચોક પર એકત્રિત થયા હતાં. તેમના હાથમાં ઇરાકી ઝંડો અને સુધારની અપીલ વાળી પત્રિકાઓ હતી હજારો પ્રદર્શનકારીએ જયારે અતિસુરક્ષિત ગ્રીન જાન વિસ્તાર સુધી જનાર જુમ્હૂરિયા પુલને પાર કર્યો ત્યારે સુરક્ષા દળોએ તેમને ભગાડવા માટે ટીયરગેસના સેલ છોડયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.