Western Times News

Gujarati News

રૂપિયો ડોલર સામે તૂટીને ૭૮.૯૬ના રેકોર્ડ નીચલા સ્તરે

મુંબઈ, ભારતીય શેરબજારમાં એકતરફી વેચવાલીને પગલે ભારતીય ચલણમાં એકતરફી મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. રૂપિયો ડોલરની સામે સતત છઠ્ઠા સત્રમાં ઓલ ટાઈમ લો પર પહોંચ્યો છે.બુધવારના શરૂઆતી સેશનમાં જ ભારતીય ચલણ ડોલરની સામે ૭૮.૯૬ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે.

મંગળવારના ઓલટાઈમ લો ક્લોઝિંગ બાદ આજે પણ ૧૧ પૈસાના ઘટાડે કરન્સી ૭૮.૯૬ પર ખુલ્યો હતો. બુધવારે ડોલરની સામે રૂપિયો ૪૮ પૈસા ઘટીને ૭૮.૮૫ પર બંધ આવ્યો હતો.ઈન્ડિયન શેર માર્કેટ બુધવારના સત્રમાં ક્રૂડની કાલની તેજી અને આજના રૂપિયાના ઘસારાને કારણે અંદાજે સેન્સેકસ-નિફટી ૦.૯૦%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે.

આ મહિને જ ભારતીય રૂપિયામાં ૧.૯%નો અને આ વર્ષમાં જ ૬.૩૦%નો મસમોટો ઘસારો જાેવા મળ્યો છે.જાેકે આજે વિશ્વની છ મોટી કરન્સી સામે અમેરિકન ડોલરનું મૂલ્ય દર્શાવતા ડોલર ઈન્ડેકસ ૦.૦૮%ના ઘટાડે ૧૦૪.૪૨ પર ટ્રેડ કરી રહ્યું છે.
આજે મોડી રાત્રે જાહેર થનાર યુએસ ફેડરલ રિઝર્વની જૂન માસની મીટિંગ પર પણ સૌની નજર રહેશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.