Western Times News

Gujarati News

સેન્સેક્સ ૧૫૦ અને નિફ્ટી ૫૧ પોઈન્ટ તૂટ્યો

મુંબઈ, શેરબજારોમાં ચાર દિવસની દોડ બુધવારે નબળા વૈશ્વિક સંકેતો પર પ્રોફિટ-બુકિંગ સાથે સમાપ્ત થઈ હતી કારણ કે બેન્ચમાર્ક સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટથી વધુ તૂટ્યો હતો.
વિશ્લેષકોના મતે, વિદેશી ભંડોળનો સતત પ્રવાહ અને ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનની અસર સ્થાનિક ઈક્વિટી બજારોને પણ થઈ હતી.

અસ્થિર ટ્રેડિંગ સેશનમાં ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૧૫૦.૪૮ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા ઘટીને ૫૩,૦૨૬.૯૭ પર પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે ૫૬૪.૭૭ પોઈન્ટ્‌સ અથવા ૧.૦૬ ટકા ઘટીને ૫૨,૬૧૨.૬૮ પોઈન્ટ્‌સ પર આવી ગયો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૫૧.૧૦ પોઈન્ટ એટલે કે ૦.૩૨ ટકાના ઘટાડા સાથે ૧૫,૭૯૯.૧૦ પર બંધ થયો હતો. નિફ્ટીના ૫૦માંથી ૩૪ શેર ખોટમાં રહ્યા હતા.

તે જ સમયે, સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦માંથી ૨૦ શેર નુકસાન સાથે બંધ થયા છે. ઇન્ડસઇન્ડ બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, વિપ્રો, એચસીએલ ટેક, ટાઇટન, કોટક મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સ સૌથી વધુ ઘટ્યા હતા.
જાે કે, એનટીપીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઇટીસીના ફાયદાએ સેન્સેક્સને ટેકો આપ્યો હતો.

અજિત મિશ્રા, વાઇસ પ્રેસિડેન્ટ – રિસર્ચ, રેલિગેર બ્રોકિંગ લિમિટેડ.એ જણાવ્યું હતું કે, બજાર ફરી અડધા ટકાના નુકસાન સાથે વધઘટ થયું હતું. નબળા વૈશ્વિક સંકેતોએ બિઝનેસ સેન્ટિમેન્ટ પર ભાર મૂક્યો હતો. જાેકે, કેટલીક મોટી કંપનીઓના શેરમાં ખરીદી કરીને આ નુકસાન આંશિક રીતે સરભર કરવામાં આવ્યું હતું.

જાપાનની નિક્કી, ચીનની શાંઘાઈ કમ્પોઝિટ, ધ. કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ ઘટ્યો હતો.
યુરોપિયન બજારોમાં પણ બપોરના સત્રમાં ઘટાડાનું વલણ જાેવા મળ્યું હતું. મંગળવારે યુએસ બજારો ખોટમાં હતા.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, મોંઘવારીમાં અનિયંત્રિત અને સતત વધારાને કારણે ગ્રાહકોનો વિશ્વાસ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે. જાે કે, કેટલાક મુખ્ય ખેલાડીઓની મક્કમતાએ નુકસાન ઘટાડવામાં મદદ કરી.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૧ ટકા વધીને ૧૧૮.૩ ડોલર પ્રતિ બેરલ થયું હતું.વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (એફઆઈઆઈ) ભારતીય બજારોમાંથી પાછા નાણાં ખેંચવાનું ચાલુ રાખ્યું છે. સ્ટોક એક્સચેન્જાેમાંથી ઉપલબ્ધ ડેટા અનુસાર, મંગળવારે એફઆઈઆઈએ રૂ. ૧,૨૪૪.૪૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.