Western Times News

Gujarati News

દેશ ૧૦૦ રૂપિયા કમાય છે તો MSMEમાંથી ૩૦ આવે છે

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ઉદ્યમી ભારત કાર્યક્રમમાં સામેલ થયા છે. પીએમ મોદીએ ‘રાઈઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ’ યોજના, ‘પ્રથમ વખત એમએસએમઈ એક્સપર્ટસની ક્ષમતા નિર્માણ’ યોજના અને ‘પ્રધાનમત્રી રોજગાર સૃજન કાર્યક્રમ’ ની નવી સુવિધાઓનો શુભઆરંભ કર્યો છે.

ત્યારબાદ પીએમ મોદીએ ભારતના એમએસએમઈ વિસ્તારના વિકાસ અને વિકાસમા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે એમએસએમઈ, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, આકાંક્ષી જિલ્લાઓ અને બેંકોના યોગદાનની માન્યતાઓ માટે રાષ્ટ્રીય એમએસએમઈ પુરસ્કાર વિતરિત કર્યો હતો.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સબોંધન પણ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, સ્થાનિક ઉત્પાદોને ગ્લોબલ બનાવવાનો સંકલ્પ લીધો છે. પ્રયત્ન એ છે કે, મેક ઈન ઈન્ડિયા માટે લોકલ સપ્લાઈ ચેન બને જે વિદેશો પર ર્નિભરતા ઘટાડી શકે.

એટલા માટે એમએસએમઈ સેક્ટરનો વિસ્તાર કરવા પર અભૂતપૂર્વ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, ભારતનું એક્સપોર્ટ સતત વધે, ભારતની પ્રોડક્ટ્‌સ નવા બજારોમાં પહોંચે એટલા માટે દેશના એમએસએમઈ સેક્ટરનું સશક્ત થવું ખૂબ જ જરૂરી છે.

આપણી સરકાર તમારા આ સામર્થ્ય, આ સેક્ટરની અસીમ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ર્નિણય લઈ રહી છે અને નવી નીતીઓ બનાવી રહી છે.પીએમ મોદીએ કહ્યું કે, ભારત આજે જાે ૧૦૦ રૂપિયા કમાય છે તો તેમાં ૩૦ રૂપિયા એમએસએમઈ સેક્ટરમાંથી આવે છે.

એમએસએમઈ સેક્ટરને સશક્ત કરવાનો મતલબ છે સમાજને સશક્ત કરવું. બધાને વિકાસના લાભના ભાગીદાર બનાવવું. આ ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે એમએસએમઈ સેક્ટરને મજબૂત કરવા માટે છેલ્લા આઠ વર્ષમાં અમારી સરકારે બજેટમાં ૬૫૦ ટકાથી વધુનો વધારો કર્યો છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.