Western Times News

Gujarati News

જીટીયુ દ્વારા વિવિધ કોર્સની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

અમદાવાદ, રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંચાલીત વિવિધ કોર્સમાં એડમીશન મેળવવું દરેક વિદ્યાર્થીની પ્રથમ પસંદગી રહે છે. જીટીયુ દ્વારા પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની માહિતી ઘરે બેઠાં મળી રહે અને તેમની પ્રવેશ પ્રકિયા સરળતાથી થઈ શકે તે અર્થે, તાજેતરમાં જીટીયુ એડમીશન પોર્ટ્‌લ વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવેલ છે.

જેમાં વિદ્યાર્થીઓ ફાર્મા.ડી. , ઈન્ટીગ્રેટેડ એમબીએ અને એમસીએ , એમબીએ પાર્ટ ટાઈમ , ડિપ્લોમા ઈન વોકેશનલ અને બેચલર ઈન વોકેશનલ , બેચલર ઓફ ડિઝાઈન, ઈન્ટીગ્રેટેડ એમએસસી આઈટી , બેચલર ઈન ઈન્ટીરીયલ ડિઝાઈન જેવા વિવિધ કોર્સ માટે શૈક્ષણીક વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રવેશ મેળવી શકશે.

વિદ્યાર્થીઓ www.admission.gtu.ac.in વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન તારીખ ૧૫ જુલાઈ ૨૦૨૨ સુધી કરાવી શકશે. જે-તે કોર્સ સંબધીત પ્રવેશ અર્થે વિદ્યાર્થીઓની શૈક્ષણીક લાયકાત તેમજ યોગ્યતાના ધોરણો જીટીયુની વેબસાઈટ પર દર્શાવવામાં આવેલા છે.

આ ઉપરાંત અન્ય કોઈ સમસ્યા અર્થે કાર્યાલય સમય દરમિયાન ૦૭૯ ૨૩૨૬૭૫૭૮ / ૬૦૯ / ૫૫૮ નંબર પર સંપર્ક સાધી શકશે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ વિદ્યાર્થીઓને સત્વરે પ્રવેશ મેળવીને તેમના ઉજ્જવળ ભવિષ્યમાં ગતિશીલ રહેવા માટે શુભકામના પાઠવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.