Western Times News

Gujarati News

ધાનેરા પંથકમાં ડિગ્રી વગરના ડોકટરનો રાફડો ફાટયો?

ધાનેરા, બનાસકાંઠા જીલ્લાના સરહદવી એવા ધાનેરામાં આવેલ ગામડાઓ અને શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉટ વૈદોનો રાફડો ફાટયો છે. જે અંગેની સત્વરે તપાસ કરવા લોક માગણી ઉઠવા પામી છે. આ અંગે વધુ વિગતો આપતા અમારશા ધાનેરાના સંવાદદાતાઅ ભારત બી. પરમારનો અહેવાલ જણાવે છે.

કે આ કહેવાતા ડોકટરો પછતા વર્ગની ભોળી પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી મોઘી ફી વસુલતા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. ધાનેરા તાલુકામાં ડીગ્રી વગરના ડોકટરોએ માઝા મુકી છે. કારણ કે કંમ્પાઉન્ડમાં નોકરી કરતા પોતાનું દવાખાનું ખોલી બેસી ગયા છે. તો કેટલાક આયુર્વેદીક ડોકટરની જેમ ખુલ્લેઆમ બોટલો ચડાવી ઈન્જેકશન આપવાની પ્રકિંરયા ખુલ્લેઆમ કરી રહયા છે.

એટલું જ ગરીબ પ્રજા પાસેથી મોઘી ફી પડાવી રહયા છે. અને દર્દીઓનું કોઈપણ જાતનું રજીસ્ટર રાખતા નથી. સરકારી હોસ્પિટલમાં પુરતી સુવિધા અને અપુરતો સ્ટાફ હોવાના કારણે ગરીબ પ્રજા ના છુટકે પ્રાઈવેટ ડોકટર પાસે દવા લેવા જાય છે. પરંતુ આ પ્રજાને કયાં ખબર છે.

આ ડોકટર નથી. અમુક આવા ડોકટરો ના પાપે ? અનેક લોકોના જીવ ગુમાવ્યા હોવાનું પ્રજાજનોમાં ચર્ચાઈ રહયું છે. પુરતી ચકાસણી કર્યા વગર દર્દીઓને સારવારઆપી રહયા છે. સારું થાય તો ભલે નહી તો બહાર લઈ જવાનું કહી દેવામાં આવે છે. જેના કારણે બીમારી કંટ્રોલ બહાર થઈ જાય અને દર્દીની જાન જાેખમમાં મુકાય છે.

કે તંત્ર દ્વારા આવા બોગસી ડોકટર ધાનેરા તાલુકામાં બિલાડીની ટોપની માફક ફૂટી નીકળ્યા છે. તેમને પકડી તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી ઉઠવા પામી છે. અમુક ગામમાં વર્ષોથી બોગસ ડોકટરો પોતાનું કલીનીક ચલાવી રહયા છે.

છતાં પણ આજદીન સુધી કોઈ પગલા ન લેવાતા આરોગ્ય તંત્ર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પંથકના લોકોમાં એવું પણ ચર્ચાઈ રહયું છે. કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી ? પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબોને કોણ સાચવી રહયું છે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.