Western Times News

Gujarati News

ભારત ઓમાન રિફાઇનરીઝનું ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનમાં વિલિનીકરણ

Bharat Oman Refineries Limited (BORL) amalgamates with Bharat Petroleum Corporation Ltd.

મુંબઈ, ભારતમાં પેટ્રોલિયમ ક્ષેત્રમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ એની પેટાકંપની રિફાઇનરી ભારત ઓમાન રિફાઇનરીઝ લિમિટેડ (બીઓઆરએલ)નું બિનામાં વિલિનીકરણ કરવાની જાહેરાત કરી છે. BORL amalgamates with Bharat Petroleum Corporation (BPCL)

આ વિલિનીકરણ બંને કંપનીઓ માટે પારસ્પરિક લાભદાયક બની રહેશે એવી અપેક્ષા છે. જ્યારે બીપીસીએલ અને એની ગ્રૂપ કંપનીઓ ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં અપસ્ટ્રીમ, રિફાઇનિંગ અને ડાઉનસ્ટ્રીમ વેલ્યુ ચેઇનમાં નોંધપાત્ર કામગીરી ધરાવે છે, ત્યારે બીઓઆરએલ પાઇપલાઇનના નેટવર્ક દ્વારા ઉત્તર અને મધ્ય ભારતમાં ઉત્પાદનને સુરક્ષા અને લોજિસ્ટિક્સનો લાભ આપે છે. એટલે બીપીસીએલના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની માગ પૂરી કરવા માટેના પ્રયાસોમાં બિના રિફાઇનરી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.

ઉપરાંત ક્રૂડની ખરીદીના કેટલાંક મુખ્ય ફાયદા છે – ક્રૂડ ઓઇલની ખરીદીનો અસરકારક ખર્ચ, ક્રૂડ ફીડસ્ટોકની પસંદગીમાં ફ્લેક્સિબિલિટી, ઉત્પાદનના આયોજન/રિફાઇનરી માટે ઉત્પાદન મિશ્રણમાં અસરકારકતા.

આ અંગે અરુણ કુમાર સિંહે કહ્યું હતું કે, “ઊર્જા ક્ષેત્ર મોટા પરિવર્તનમાં પસાર થઈ રહ્યું હોવાથી બીપીસીએલએ ઊર્જા ક્ષેત્રની તમામ કેટેગરીઓમાં પોતાની કામગીરીનું વિસ્તરણ કરવા તથા ભવિષ્યની વૃદ્ધિ અને સસ્ટેઇનેબિલિટી માટે સ્પષ્ટ યોજના બનાવી છે. બિના રિફાઇનરીના વિલિનીકરણ સાથે અમે ઝડપથી બદલાતા ઊર્જા બજારમાં વધારેઅસરકારકતા અને નફાકારકતા માટે સ્પર્ધા કરવાની ક્ષમતા ઊભી કરીશું.”

બિના રિફાઇનરી પોતાના ઉત્પાદનો ખાલી કરવા બીપીસીએલના માર્કેટિંગ નેટવર્કની અનિયંત્રિત સુલભતા ધરાવશે. કેટલાંક અક્ષય ઊર્જાના ઉત્પાદનો, 1.2 MMTPA ઇથીલિન ક્રેકર યુનિટ અને પેટ્રોકેમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કલ્પના મોટા જમીનના પાર્સનલ માટે કરવામાં આવી છે, જે બિના રિફાઇનરી પાસે ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટ્સમાં વધારે ખર્ચ સંકળાયેલો હોવાથી વિલિનીકરણ પછી ઝડપથી ફાઇનાન્શિલ ક્લોઝર થશે. ઉપરાંત તેમને બીપીસીએલના સપોર્ટ ફંક્શન્સ, વ્યવસાયિક પ્રક્રિયાઓ અને પ્રતિભાશાળી લોકોની સુલભતા પણ મળશે.

જ્યારે ભારત પેટ્રોલિયમની મુંબઈ, કોચી અને બિના ખાતે રિફાઇનરીઓ સંયુક્તપણે આશરે 35.3 MMTPAની રિફાઇનિંગ ક્ષમતા ધરાવે છે, ત્યારે એના માર્કેટિંગ માળખામાં ઇન્સ્ટોલેશન, ડેપો, રિટેલ આઉટલેટ, એવિએશન સર્વિસ સ્ટેશન અને એલપીજી વિતરકોનું નેટવર્ક સામેલ છે.

એનું વિતરણ નેટવર્ક 20,000થી વધારે રિટેલ આઉટલેટ, 6,100થી વધારે એલપીજી ડિસ્ટ્રિબ્યુટરશિપ, 733 લ્યુબ્સ ડિસ્ટ્રિબ્યુટરશિપ, 123 પીઓએલ સ્ટોરેજ લોકેશન, 53 એલપીજી બોટલિંગ પ્લાન્ટ, 60 એવિએશન સર્વિસ સ્ટેશન, 3 લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટ અને 4 ક્રોસ-કન્ટ્રી પાઇપલાઇન ધરાવે છે.

વિવિધતાસભર રિફાઇનરી બિના રિફાઇનરી 47 પ્રકારના ક્રૂડનું પ્રોસેસિંગ કરે છે અને તાજેતરમાં મિનરલ ટર્પેન્ટાઇન ઓઇલનું ઉત્પાદન શરૂ કર્યું છે. રિફાઇનરીને સંકલિત ફૂલ કન્વર્ઝન હાઇડ્રોક્રેકર અને ડિઝલ હાઇડ્રો-ટ્રીટર પર ગર્વ છે, જે ભારતમાં પ્રથમ પ્રકારનું છે અને બેરલના બોટમને અપગ્રેડ કરતાં ડિલેય્ડ કોકર પર ગર્વ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.