Western Times News

Gujarati News

ફ્યુચર સિરામિકે મોરબી ખાતે ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ પ્લાન્ટની કામગીરી શરૂ કરી

એશિયન ગ્રેનિટોની સંપૂર્ણ માલિકીની પેટા કંપનીએ પહેલી જુલાઈએ રથયાત્રાના શુભ દિવસે પ્લાન્ટના ભૂમિ પૂજનની વિધિ સંપન્ન કરી

કંપની વિસ્તરણ માટે લગભગ રૂ. 174 કરોડનું રોકાણ કરી રહી છે, સંપૂર્ણ ક્ષમતાએ પહોંચ્યા બાદ પ્લાન્ટ અંદાજે રૂ. 300 કરોડની આવક ઊભી કરશે તેવી શક્યતા છે

અમદાવાદ, ભારતની સૌથી મોટી લક્ઝરી સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ફ્યુચર સિરામિક પ્રાઈવેટ લિમિટેડે મોરબી ખાતે લાર્જ ફોર્મેટ ગ્લેઝ્ડ વિટ્રિફાઈડ ટાઈલ્સ (જીવીટી) પ્લાન્ટ પર કામગીરી શરૂ કરી દીધી છે.

પ્લાન્ટની જમીન હસ્તાંતરણ કામગીરી મે, 2022માં પૂરી થઈ ગઈ હતી. પ્લાન્ટનું ભૂમિપૂજન પહેલી જુલાઈ, 2022ના રોજ રથયાત્રાના શુભ દિવસે સંપન્ન કરવામાં આવ્યું હતું.

જીવીટી સ્પેસમાં વિશાળ સંભાવનાઓ અંકે કરવા માટે ફ્યુચર સિરામિક પ્રાઈવેટ લિમિટેડ 1200 x1200 એમએમ, 1200×1800 એમએમ, 1200×2400 એમએમ, 800×1600 એમએમ અને 800×2400 એમએમ ફોર્મેટમાં વેલ્યુ એડેડ લાર્જ ફોર્મેટ જીવીટી ટાઈલ્સનું ઉત્પાદન કરવા પ્લાન્ટ સ્થાપી રહી છે. પ્લાન્ટની ઈન્સ્ટોલ્ડ કેપેસીટી વાર્ષિક 6.60 મિલિયન સ્ક્વેર મીટર છે. યુનિટ સ્થાપવા માટેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 174 કરોડ છે. મહત્તમ ક્ષમતાએ પહોંચ્યા બાદ આ પ્લાન્ટથી આશરે રૂ. 300 કરોડની આવક થવાની ધારણા છે.

આ અંગે ટિપ્પણી કરતાં, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, “કંપની નિર્ધારિત વૃદ્ધિના રોડમેપ મુજબ પ્રગતિ કરી રહી છે અને અમે અમારા તમામ વિસ્તરણને સમયમર્યાદા પર અથવા તે પહેલાં પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

સૂચિત યોજનાઓના વ્યાપારીકરણ સાથે એજીએલ એક ઈન્ટિગ્રેટેડ લક્ઝરી સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવવાની અને નજીકથી મધ્યમ ગાળામાં ગ્રુપની માર્જિન પ્રોફાઇલને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા રાખે છે.

કંપનીનો એન્હેન્સ્ડ સ્ટ્રેટેજિક ઈન્ટિગ્રેશન પ્રોગ્રામ (ઈએસઆઈપી) માર્જિનને વિસ્તૃત કરવા અને લક્ઝરી સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ પ્લેયર્સના લીગ ટેબલમાં કંપનીને આગળ સ્થાન આપવા માટે લક્ષ્યાંકિત છે. વિસ્તરણ યોજનાઓ કંપનીને મધ્યમથી લાંબા ગાળામાં ટોપલાઇનમાં રૂ. 6,000 કરોડ હાંસલ કરવાના તેના વિઝનની નજીક લઈ જશે.

ફ્યુચર સિરામિક પ્રાઈવેટ લિમિટેડનું વિસ્તરણ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના મોટાપાયે વિસ્તરણ યોજનાનો એક ભાગ છે જેના માટે તેણે રાઈટ્સ ઈશ્યૂ થકી રૂ. 441 કરોડ એકત્રિત કર્યા છે.

આ મોટાપાયે વિસ્તરણ યોજના હેઠળ એશિયન ગ્રેનિટો જીવીટી ટાઈલ્સ, સેનિટરીવેર અને એસપીસી ફ્લોરિંગ સહિતના વેલ્યુ એડેડે લક્ઝરી સરફેસીસ અને બાથવેર સેગમેન્ટ્સમાં ગુજરાતના મોરબી ખાતે ત્રણ અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ઊભા કરવાની યોજના ધરાવે છે.

કંપની મોરબી ખાતે ભારતના સૌથી મોટા ડિસ્પ્લે સેન્ટર્સ પૈકીનું એક સેન્ટર પણ ઊભું કરી રહી છે. મે, 2022માં ફ્યુચર સિરામિક પ્રાઈવેટ લિમિટેડે જીવીટી એકમના વિસ્તરણ માટે 69,506 ચોરસ મીટર જમીન હસ્તગત કરીને જરૂરી પ્રક્રિયઓ પૂરી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.