Western Times News

Gujarati News

રેલ્વેસુરક્ષા બળ અમદાવાદ મંડળ દ્વારા મોટરસાઇકલ રેલીનો પ્રારંભ

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે રેલ્વે સુરક્ષા બળ અમદાવાદ દ્વારા વરિષ્ઠ મંડળ સુરક્ષા કમિશનર શ્રી એસ.એસ. અહેમદના નેતૃત્વમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

આ દરમિયાન રેલ્વે સુરક્ષા બળ દ્વારા જળ સેવા, વૃક્ષારોપણ, રન ફોર યુનિટી, સ્વચ્છતા અભિયાન, જાગૃતિ અભિયાન વગેરે જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, 01 જુલાઈ 2022 ના રોજ અમદાવાદ (કાલુપુર) રેલ્વે સ્ટેશનથી વટવા સ્ટેશન સુધી મોટરસાયકલ રેલીની શરૂઆત કરવામાં આવી હતી.

મોટરસાઇકલ રેલીને મંડળ રેલ પ્રબંધક  શ્રી તરૂણ જૈન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું આ મોટરસાઇકલ રેલી તારીખ 01.07.2022 મંડળના મુખ્ય સ્ટેશનો પર પહોંચશે અને દૂરના વિસ્તારોમાં રેલ્વે અને રેલ્વે  સુરક્ષા બળની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ વિશે લોકોને માહિતગાર કરશે.

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દેશભરમાં 75 સ્થળોએથી RPF મોટરસાયકલ રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. રેલીઓ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થઈને સ્વતંત્રતા દિવસ પહેલા નવી દિલ્હીમાં સમાપન થશે.

આ દરમિયાન અપર મંડળ રેલ પ્રબંધક શ્રી અનંત કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી પરિમલ શિંદે અને તમામ શાખા અધિકારીઓ હાજર રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.