Western Times News

Gujarati News

મહારાષ્ટ્રની સરકારને હિંદુત્વને નામે ઉથલાવી એકનાથ મુખ્યમંત્રી બનતા સુપ્રીમકોર્ટ તેની સુઓમોટો ગંભીર નોંધ લેશે?!

ભારતના પવિત્ર અને સર્વોચ્ચ બિનસાંપ્રદાયિક બંધારણ અસ્તિત્વ ધરાવતું હોય ત્યારે બળવાખોર એક્નાથ સિંદે મહારાષ્ટ્રની સરકારને હિંદુત્વને નામે ઉથલાવી મુખ્યમંત્રી બનતા સુપ્રીમકોર્ટ તેની સુઓમોટો ગંભીર નોંધ લેશે?!

તસવીર મહારાષ્ટ્રની વિધાનસભાની છે ડાબી બાજુની ઇન્સેટ તસ્વીર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવભાઈ ઠાકરેની છે જેમણે દેશના ‘પવિત્ર ગ્રંથ’ બંધારણ નું સન્માન જાળવી સત્તાની સમતુલા જાળવી છે ફક્ત સત્તા માટે પોતાના અંતરઆત્માના અવાજને દબાવી દીધો નથી. Maharashtra is overthrown in the name of Hindutva and Eknath becomes the Chief Minister, will the Supreme Court take serious note of it ?!

અને તેમણે સત્તા છોડવાના કરેલા ઐતિહાસિક લોકશાહીવાદી ર્નિણય સમયે તેમના આખરી શબ્દો હતા ‘જે લોકો મને તરછોડી જવાની અપેક્ષા હતી તે લોકોએ મને સાથ આપ્યો અને મારા પોતાના લોકોએ મારો વિશ્વાસઘાત કર્યો છે’! આ ભારતના રાજકીય નૈતિકતાની બદલાઈ તાસીર છે!!

હિન્દુત્વ વાતનો મુદ્દો એ તો પ્રજા અને દુનિયાને મૂર્ખ બનાવવા માટેનો છે?! મૂળ મુદ્દો તો મુખ્યમંત્રી બનવાની ખ્વાઈસમાં ફેલાયેલું રાજકારણ છે અને ભાજપ સરકારો ઉઠાવવામાં અને રાજકીય પક્ષ પલટાવો કરાવી રાજકીય સત્તાની લીટી લાંબી કરવામાં ‘વિશ્વગુરુ’ બની ગયો છે?!

ભારતીય રાજકારણમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ,ભીમરાવ આંબેડકર, અબુલ કલામ આઝાદ જેવા નેતાઓના રાજકીય સંસ્કાર આજે ભાગ્યે જ જાેવા મળે છે! બીજી તસ્વીર ભાજપ ના ટેકા થી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનેલા એકનાથ સિંદે ની છે તેમણે શ્રી ઉત્સવ ઠાકરે સામે એવો આક્ષેપ કર્યો કે ઉદ્ધવ ઠાકરે હિંદુત્વવાદ છોડ્યો છે

માટે તેઓએ શિવ સૈનિક ધારાસભ્યો આ કથિત શંકાસ્પદ અસત્ય કઈ રીતે સ્વીકારી લીધું?! કે સત્તાના લોલીપોપે બધાને ભ્રમિત કરી દીધા? કે સમજદારી પૂર્વક જાેડાઈ ગયા?! ત્રીજી તસવીર મહારાષ્ટ્રના તાજેતરમાં ના,ના કરતા ઉપમુખ્યમંત્રી બનેલા શ્રી દેવેન્દ્ર ફણસવીની છે.

તેમની ખ્વાઇસ તો મુખ્યમંત્રી બનવાની હતી પણ બાજી હાથમાંથી સરકી જતી લાગતા તેમણે એકનાથ સિંદેની સરકાર રચવા બહાર થી ટેકો આપવાની વાત કરી પરંતુ ભાજપ પક્ષ પ્રમુખે ભાજપનું વર્ચસ્વ રહે માટે એકનાથ સિંદેની સરકારનું ‘બેક સીટ દ્રાઈવિંગ’ કરવા માટે ભાજપે રાજકીય પ્લાન ઘડ્યો છે માટે સરકાર ભાજપની રહેશે ‘સિંદે’ તો ફક્ત મુખ્યમંત્રી રહેશે શું હવે આ પરિસ્થિતિ મહારાષ્ટની શિવસેનાના શિવસૈનિકો ચલાવી લેશે?! આ કડવું અને નગ્ન સત્ય છે તેનો ઇનકાર થઇ શકશે?!

આ પરિસ્થિતિ જાેતા હવે દેશના બંધારણીય મૂલ્યો, ગાંધીવાદી મૂલ્યો, લોકશાહી નૈતિકતા ભર્યા આદર્શો અને સરદાર વલ્લભભાઈ પટેલના લોખંડી રાજકીય વૈચારિક મૂલ્યો અને શક્તિની પણ દેશમાં હત્યા થઈ રહી છે!! દેશની પ્રજા મોંઘવારી, ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર માં હોમાઈ રહી છે.

તેથી તેમને આ શરમજનક પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર ચર્ચા કરીને નેતા બની જાય છે?! આ ભયાનક સ્થિતિ તરફ દેશ આગળ વધી રહ્યો છે કોઈને કોઈની પડી નથી તો પછી દેશની કેટલાને પડી હશે એ ચિંતા નો વિષય છે નીચેની ઇન્સેટ તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે.

જ્યારથી ભારતમાં પોતાની સર્વોચ્ચ અદાલત બની ત્યારથી આજદિન સુધી દેશના બંધારણીય મૂલ્યોની ગૌરવભેર રખેવાળી થઈ છે અને ન્યાયાધીશો ધારાસભ્ય કે કારોબારી સામે ઝુક્યા નથી અને ક્યાંક શરત ચૂક થઈ હોય તો પણ સુધારી લેવાય છે! આજે ભારત દેશ માટે ગૌરવની વાત છે!

ડાબી બાજુની ઇન્સર્ટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એનવી રમનાની છે તેમને કહ્યું છે કે ‘‘એક સ્વતંત્ર સમાજ તરીકે આપનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ‘કાયદાનું શાસન’ જ સૌથી મોટી આશા છે, ન્યાયતંત્ર ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે ધારાસભા કે પછી કારોબારીનો કંટ્રોલ હોવો જાેઈએ નહીં’’!!

દેશનું બંધારણ એ સર્વોચ્ચ કાયદો છે ત્યારે ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાનું અવલોકન મહત્વપૂર્ણ છે સુપ્રીમ કોર્ટના અન્ય જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે પણ સરસ કહ્યું છે કે ‘‘અમારી કોર્ટને આ સુનિશ્ચિત કરવુ જાેઈએ કે નાગરિકની આઝાદી ના હનન સામે સંરક્ષણની પ્રથમ હરોળમાં ઊભા રહે’’!!

આ ઐતિહાસિક શબ્દો જાેતા એવું લાગે છે કે હવે એવો સમય આવે છે કે દેશના બંધારણીય મૂલ્યોની સુરક્ષા અને સુપ્રીમકોર્ટે સુઓમોટો નૈતિક બળ પૂરું પાડવું જાેઈએ!! ત્યારે સુપ્રીમકોર્ટના જસ્ટસ શ્રી જે.બી પારડીવાલા એ કહ્યું છે કે ‘‘જીવનમાં હંમેશા જે કોર્પોશીયા એવું જહાજ છે જે નાનું હોવા છતાં ટાઈટેનિકના મુસાફરોના જીવ બચાવવા પહોંચી ગયું હતું’’!!

એના જેવી ભૂમિકા અદા કરવા પણ તેમને અનુરોધ કર્યો હતો મહારાષ્ટ્રમાં બળવાખોર એકનાથ સિંદે એ દેશના બંધારણીય મૂલ્ય મુજબ કામ કરતી ઉદ્ધવભાઈ ઠાકરે સરકાર પર આક્ષેપ કર્યો છે કે ‘‘તેઓ હિન્દુત્વવાદ તરફ પીછે હટ કરી છે માટે ટેકો પાછો ખેંચ્યો છે ત્યારે સુપ્રીમકોર્ટે આ બાબતને અત્યંત ગંભીરતાથી શા માટે ન લેવી જાેઈએ?!

દેશનું પવિત્ર બંધારણ નો ગ્રંથ દેશ માટે સર્વોચ્ચ છે ત્યારે ધાર્મિક વિવાદો કૃપા કરી બંધારણીય રીતે ચૂંટાયેલી સરકાર આ રીતે ઉથલાવતી રહેશે તો દેશના બંધારણનો અને લોકશાહીનો શું થશે?! સુપ્રીમકોર્ટ દેશની આ પરિસ્થિતિને વધુ ગંભીરતાથી નહીં લેતો કાલે ન્યાયતંત્રની સ્વતંત્રતા સામે પણ ખતરો ઉભો થઈ શકે છે?! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા)

‘ભલે હું એવા કારણથી હારું જે એક દિવસ જીત અપાવે’! – વુડ્રો વિલ્સન

અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડામાં સરકારો ધર્મને નામે, જાતિવાદને નામે ઉથલાવવામાં આવતી નથી ભારતના નેતાઓ ધર્મને નામે, જાતિવાદના નામે સરકાર ઉથલાવવામાં અને પક્ષ પલટાઓ કરાવવામાં ‘વિશ્વ ગુરુ’ બન્યા છે?!

અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને કહ્યું છે કે ‘‘હું ભલે એવા કારણથી હારું જે એક દિવસ જીત અપાવે નહીં કે એવા કારણથી જીતુ કે ક્યારેક હાર અપાવે’’!! ભારતની સુપ્રીમ ર્ટના જસ્ટીસ શ્રી દેસાઈ અને જસ્ટિસ્રી ગજેન્દ્ર ગડકરે બંધારણ ની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ‘‘જે કોઈ ધર્મ સાથે જાેડાયેલ નથી કે કોઈ ધર્મને પ્રોત્સાહન આપતું નથી કે તેમાં દાખલ કરતું નથી’’!!

ત્યારે મહારાષ્ટ્રની શિવસેનાના ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વવાળી સરકારની સામે બળવાખોર સત્તાવાંન્ચૂક એકનાથ સિંદે એવો આક્ષેપ કરે છે કે ઉદ્ધવ ઠાકરે હિંદુત્વવાદ છોડ્યો છે માટે અમે ટેકો પાછો ફેંક્યો છે તો શું આ પ્રકારના માનસિકતા વાળા નેતાઓ દેશના બિનસાંપ્રદાયિક બંધારણીય મૂલ્યથી ચલિત થઈને કોઈપણ સરકારને બંધાણવાદની ભાવના છોડી દેવા દબાણ કરે

અને ફક્ત સત્તા માટે દેશના બંધારણના આદર્શો ફગાવી દઈ ઉદ્ધવ ઠાકરેને રાજકીય રીતે તનાવ પૂર્ણ માહોલ ઉભો કરે તો એ કેટલું ન્યાયિત છે? ભારતના પવિત્ર ગ્રંથ બંધારણ અને દેશનો સર્વોચ્ચ કાયદો ગણાતા બંધારણ ઉપર એકનાથ સિંધે પરોક્ષ રીતે પ્રહાર કરે અને બંધારણને નામે સોગંદ લઈ મુખ્યમંત્રી બને

ત્યારે એ મહારાષ્ટ્રના સત્તાના રાજકીય મહાભારતમાં લોકશાહીનું વસ્ત્રાહરણ જ ગણાયને?! ભારતના બંધારણની રખેવાળી કરતી ભારતની સુપ્રીમકોર્ટ આ મુદ્દે સુવોમોટો મૂલ્યાંકન કરશે? કારણ કે બંધારણ મૂલ્ય બચાવવાની જવાબદારી સુપ્રીમકોર્ટની છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.