Western Times News

Gujarati News

દ્વારકાના ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ

દ્વારકા, ગુજરાતમાં લગભગ તમામ જિલ્લામાં મેઘમહેર થઈ છે. સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ વચ્ચે વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે દ્વારકાના ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ જાેવામળી છે.

એક કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેથી મેઈન બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. દ્વારકાના ભાટિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભાટિયામાં એક કલાકમાં આશરે ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે મૂશળધાર વરસાદથી ચારેકોર પાણી પાણીનુ સામ્રાજ્ય છવાઈ ગયુ હતું.

ભાટિયાની મુખ્ય બજારમાંથી નદી વહેતી થઈ હોય તેવુ લોકોને લાગ્યુ હતું. ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ થઈ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો પરેશાન થયા છે. કેસરિયા તળાવમાં પણ ભારે પાણીની આવક નોંધાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંવ રસાદને પગલે નદી-નાળામાં નવા પાણીની આવક થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ નોઁધાયો છે.

જેથી લોકોમાં ખુશખુશાલી છવાઈ છે. ભાણવડમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં મન ભરીને વરસાદ વરસી રહ્યો છે. જેમાં ભાણવડના સેધાભાઈ, આંબેડીમાં ભારે વરસાદ નોંધાય છે. ભાણવડમાં પણ ઠેરઠેર પાણી ભરાયા છે. સેધાઈ કોઝ વે પર પાણીનો ધસમસતો પ્રવાહ ફરી વળ્યો હતો. તો કોલવા, માંઝા અને આસપાસના ગામોમાં પણ પાણી ભરાયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.