Western Times News

Gujarati News

બનાસકાંઠામાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ત્રણ વ્યક્તિ સહિત ૨૦થી વધુ ઘેટાંના મોત

પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ છે. આ સાથે જ અકસ્માતમાં ૨૦થી વધારે ઘેટાંના પણ મૃત્યુ થયા છે. આ બનાવ પાલનપુરના એસબીપુરા પાટીયા નજીક બન્યો છે. અહીં બે ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.

અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જાેઈને ભલભલા લોકો કંપી ઉઠે. મળતી માહિતી પ્રમાણે પાલનપુરના એસબીપુરા પાટીયા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં ત્રણ વ્યક્તિ અને એક ટ્રકમાં ભરેલા ૨૦થી વધારે ઘેટાંના મૃત્યુ થયા છે.

રાજસ્થાનથી ઘેટાં-બકરાં ભરી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકે આગળની ટ્રકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ઘેટાં-બકરાં ભરેલી ટ્રકની આગળની ટ્રક સાથે ટક્કર બાદ ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિનાં મોત થયા હતા. આ સાથે જ ટ્રકની અંદર ભરેલા ૨૦થી વધારે ઘેટાં-બકરાં પર મૃત્યુ પામ્યા હતા. બનાવની જાણ થયા બાદ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી કરીને મૃતકના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરથી ૨૦ કિલોમીટર અંતર પર આવેલા ચરણમાળ ઘાટ પર માલેગાંવ-સુરત ગુજરાત રાજ્યની બસ જી.જે.૧૮ ઝેડ ૫૬૫૦ ચરણમાળ ઘાટમાં સવારે ૧૦થી ૧૦ઃ૩૦ની વચ્ચે નીચે ઉતરી ગઈ હતી. આ બસમાં ૨૮ મુસાફરો સવાર હતા.

બસના ડ્રાઈવર લક્ષ્મણસિંહ બલવત રાણાવત અને ઈજાગ્રસ્ત હાલતમાં કંડક્ટર વિલાસ ભાઈજીભાઈ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે નવાપુર સબ-ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

આ ઘાટ ઉપર પહેલી વખત અકસ્માતની ઘટના નથી. ભૂતકાળમાં પણ અનેક વખત બસના અકસ્માત થઈ ચૂક્યા છે. બે દિવસમાં અકસ્માતની આ બીજી ઘટના છે. બે દિવસ પહેલા આ જગ્યાએ ઘાટમાં પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર અથડાયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.