Western Times News

Gujarati News

રિઝર્વ બેંકે કોટક અને ઈન્ડસઈન્ડ બેંકને ૨.૦૫ કરોડનો દંડ ફટકાર્યો

કેવાયસીના નિયમોનું પાલન ન કરવા બદલ બેન્કોે દંડાઈ:  બેંકિંગ રેગ્યુલેટરે કોટક મહિન્દ્રા બેંક પર ગ્રાહક સુરક્ષા અને લોન અને એડવાન્સિસ અંગેના તેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ રૂ. ૧.૦૫ કરોડનો દંડ ફટકાયો

મુંબઇ, રિઝર્વ બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક અને ઈન્ડસઈન્ડ બેંકને લોન તેમજ કેવાયસી સહિતના નિયમોનું પાલન ન કરવા બદલ અલગ-અલગ આદેશમાં કુલ રૂ. ૨.૦૫ કરોડનો દંડ ફટકાર્યો છે.

રિઝર્વબેન્કે એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું કે બેંકિંગ રેગ્યુલેટરે કોટક મહિન્દ્રા બેંક પર ગ્રાહક સુરક્ષા અને લોન અને એડવાન્સિસ અંગેના તેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ રૂ. ૧.૦૫ કરોડનો દંડ ફટકાર્યો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે બેંક નિર્ધારિત સમયગાળામાં ડિપોઝિટર એજ્યુકેશન અને અવેરનેસ ફંડ્‌સમાં રકમ જમા કરવામાં નિષ્ફળ રહી હતી. ઉપરાંત ઇન્ડસઇન્ડ બેન્કને પણ કેવાયસીના નિયમોનું પાલન ન કરવા બદલ રૂ. ૧ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો,

એવુ રિઝર્વ બેન્કે એક અલગ રિલીઝમાં જણાવ્યું હતું. ઇન્ડસઇન્ડ બેંકે વન-ટાઇમ પાસવર્ડ આધારિત ઇ-કેવાયસીનો ઉપયોગ કરીને ખોલવામાં આવેલા ખાતાઓમાં ગ્રાહકની ડ્યૂ ડિલિજન્સ પ્રક્રિયાનું પાલન કર્યું નથી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.