Western Times News

Gujarati News

આવકવેરા વિભાગે એક સાથે અનેક જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા

રાયપુર, આવકવેરા વિભાગે છત્તીસગઢના અનેક જિલ્લાઓમાં એક સાથે કાર્યવાહી કરી છે. કહેવાય છે કે આવકવેરા વિભાગે કોલસા પરિવહન અને અન્ય સંલગ્ન ગતિવિધિઓના વ્યવસાયમાં કાર્યરત એક સમૂહ પર રેડ પાડી છે.

રેડમાં અનેક મહત્વના દસ્તાવેજાે મળ્યા હોવાનું કહેવાય છે. જ્યાં જ્યાં કાર્યવાહી થઈ છે ત્યાં ઘરોની બહાર સશસ્ત્ર દળોની તૈનાતી કરાઈ છે અને કોઈને પણ અંદર જવાની મનાઈ કરવામાં આવી છે. આવકવેરા વિભાગ અધિકારી છેલ્લા કેટલાક કલાકથી ઘરની અંદર દસ્તાવેજાે ફંફોળી રહ્યા છે.

અત્રે જણાવવાનું કે ગત ૩૦ જૂનથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરાઈ હતી જ્યાં એક વરિષ્ઠ અધિકારીના પરિસરને પણ સર્ચ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ દરમિાયન રાયપુરની સાથે સાથે ભિલાઈ, કોરબા બિલાસપુર, રાયગઢ, અને સૂરજપુરના લગભગ ૩૦થી વધુ ઠેકાણા પર આ કાર્યવાહી શરૂ કરાઈ હતી. જ્યાં અનેક કરોડની ટેક્સ ચોરીની આશંકા આવકવેરા વિભાગે જતાવી છે.

આવકવેરા વિભાગે સવાર સવારમાં એક સાથે અનેક જિલ્લાઓમાં કાર્યવાહી કરી છે જ્યાં કોલસાના વેપાર સાથે જાેડાયેલા એક વેપારીના રાયપુર તથા મહાસમુંદ સ્થિત મકાનની તપાસ કરવામાં આવી. આ બાજુ કોરબામાં તેમની સાથે કામ કરતા એક ટ્રાન્સપોર્ટરના મકાન ઉપર પણ આવકવેરા વિભાગની ટીમે કાર્યવાહી કરી. આ ઠેકાણા પર આવકવેરા વિભાગના અધિકારી ૨ દિવસ સુધી દસ્તાવેજ ફંફોળતા રહ્યા.

આ કાર્યવાહી દરમિયાન નિવાસની બહાર કેન્દ્રીય સશસ્ત્ર દળના જવાનો ચારે દિશામાં તૈનાત છે. જ્યાં કોઈ પણ બહારની વ્યક્તિને ઘરની અંદર જવાની મંજૂરી નથી કે ઘરના કોઈ પણ સભ્યને બહાર જવા દેવામાં આવતા નથી.

સર્ચ અભિયાન દરમિયાન અનેક આપત્તિજનક દસ્તાવેજ, ખુલ્લી ચાદરો, અને ડિજિટલ પુરાવા મળવાની વાત સામે આવી છે. જેમને આવકવેરા વિભાગે જપ્ત કર્યા છે. સમૂહ દ્વારા અપનાવવામાં આવતી કાર્યપદ્ધતિમાં છત્તીસગઢ રાજ્યભરમાં કોલસા પરિવહન પર અયોગ્ય નિયમિત સંગ્રહ સામેલ છે જેનાથી પુષ્કળ પ્રમાણમાં આવક ઊભી કરી હોવાની વાત સામે આવી છે.

જપ્ત કરાયેલા પુરાવાથી એવા પણ સંકેત મળવાની વાત સામે આવી છે કે સમૂહે ઢગલો કેશ ચૂકવણી કરી છે. કોલ વોશરીઝની ખરીદીમાં ૪૫ કરોડ રૂપિયાની સાથે અનેક અન્ય પુરાવા પણ મળ્યા છે જેમાં એ વાતની પણ આશંકા છે કે હાલમાં જ થયેલી ચૂંટણી સમયે પણ આ પૈસાનો ઉપયોગ થયો હતો.

આ ઉપરાંત સર્ચ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં સંપ્તિના કરાર મળ્યા છે જેનાથી જાણવા મળે છે કે અચલ સંપત્તિઓના અધિગ્રહણમાં ભારે અઘોષિત રોકાણ કરાયું છે જે બેનામી હોઈ શકે છે.

સરકારી અધિકારીને સંબંધિ કથિત માલિકો દ્વારા ૫૦ એકર અચલ સંપત્તિઓના અધિગ્રહણમાં કરાયેલા રોકાણના સ્ત્રોતની તપાસ થઈ રહી છે. આવક કરતા વધુ કેશ, દાગીના અને અનેક અન્ય મહત્વની સંપત્તિઓના દસ્તાવેજ મળવાની વાત સામે આવી છે. કહેવાય છે કે તપાસ હજુ પણ ચાલુ છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.