Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારના આદેશો વિરૂદ્ધ ટિ્‌વટર હાઇકોર્ટ પહોંચ્યું

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના કેટલાક આદેશો વિરૂદ્ધ ટિ્‌વટરે કર્ણાટક હાઇકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. કંપનીએ કંન્ટેંટને લઇને સરકારના કેટલાક આદેશોને પરત લેવાની માંગ ઉઠાવી છે.  સૂત્રોએ કહ્યું કે ટિ્‌વટરે અધિકારીઓ દ્રારા સત્તાનો દુરઉપયોગ ગણાવતાં કાયદકીય પડકાર ફેંક્યો છે.

આ પહેલાં સોમવારે સૂત્રોએ જણાવ્યું હતું હતું ટિ્‌વટરે ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી મંત્રાલય (મેઇટી) દ્રારા ૨૭ જૂને જાહેર અંતિમ નોટીસનું પાલન કર્યું છે. મંત્રાલયે ટિ્‌વટર માટે માટે તેની સમયસીમા ચાર જુલાઇ સુધી નક્કી કરી હતી. જાે આમ ન કરી શકી તો મધ્યવર્તીનો દરજ્જાે ગુમાવી શકતી હતી. એવામાં તેના મંચ પર નાખવામાં આવેલી તમામ ટિપ્પણીઓ માટે તે જવાબદાર હોત.

એક અન્ય સત્તાવાર સૂત્રોએ કહ્યું કે સોશિયલ મીડિયા કંપની પાસે કેટલાક ટ્‌વીટ અને ટિ્‌વટર ખાતા વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ ભૂતકાળમાં કંપનીએ આ અનુપાલનને પુરૂ કર્યું ન હતું. આ દરમિયાન ટિ્‌વટરે હાઇકોર્ટમાં અરજી કરી છે.

આ દરમિયાન કેન્દ્રીય માહિતી ટેકનોલોજી (આઇટી) મંત્રી અશ્વિની વૈષ્ણવને કહ્યું કે કોઇપણ કંપની હોય, કોઇપણ ક્ષેત્ર હોય, તેને ભારતના કાયદા માનવા જ જાેઇએ. આ તમામની જવાબદારી છે કે જે દેશની સંસદ પાસે કાનૂન છે તેનું તમામ પાલન કરે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.