Western Times News

Gujarati News

યુકેના ગૃહમંત્રીએ જ્હોન્સનના રાજીનામાની માગણી કરી

લંડન, બ્રિટનના વરિષ્ઠ કેબિનેટ સભ્યોએ બુધવારે ડાઉનિંગ સ્ટ્રીટ પર હંગામો કર્યો. આ દરમિયાન કેટલાકે કથિત રીતે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન પાસે ડઝન જેટલા મંત્રીઓના કેબિનેટમાંથી રાજીનામા બાદ પ્રધાનમંત્રી પદ છોડવાની માંગણી કરી. રિપોર્ટ્‌સ મુજબ એક કેબિનેટ પ્રતિનિધિમંડળ લાંબા સમયથી રાહ જાેતુ હતું કે તેઓ પીએમને જણાવી શકે કે તેમનો સમય પૂરો થઈ ગયો છે.The UK Home Secretary has demanded Johnson’s resignation

આ પ્રતિનિધિમંડળમાં ગૃહમંત્રી પ્રીતિ પટેલ અને નાદિમ જાહવી સામેલ હોવાની વાત કહેવાઈ રહી છે. જેમને નાણામંત્રી બન્યે માંડ ૨૪ કલાક થયા છે. અત્રે જણાવવાનું કે પાટીદાર સમાજનું ગૌરવ એવા પ્રીતિ પટેલના માતા પિતા મૂળ ગુજરાતી છે પરંતુ તેમનો જન્મ લંડનમાં જ થયો છે. તેમના માતા પિતા પાછળથી યુગાન્ડા જતા રહ્યા હતા અને ૧૯૬૦ના દાયકામાં પાછા બ્રિટન આવી ગયા હતા.

ખુબ નાની વયે પ્રીતિ પટેલ કન્ઝર્વેટિવ પાર્ટીમાં જાેડાયા હતા. ત્યારે તેમની ઉંમર ૨૦ વર્ષ જ હતી. કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેઓ એક ચમકતા તારકા તરીકે જાેવામાં આવે છે. જાે કે જ્હોન્સનના બે વફાદારો નાદિન ડોરિસ અને જેકબ રીસ મોગે કેબિનેટમાં સમર્થનની જાહેરાત કરી.

ડેઈલી મિરરના રિપોર્ટ મુજબ રાજનીતિક સંપાદક પિપ્પા ક્રેરે ટ્‌વીટ કરીને કહ્યું કે ડાઉનિંગ સ્ટ્રીટમાં ઉદાસીનો માહોલ છે. સૂત્ર કહે છે ક ઈમારતમાં ‘ઘણા બધા આંસુ’ છે.

અત્રે જણાવવાનું કે ઋષિ સનકના નાણામંત્રી અને સાજિદ જાવિદના સ્વાસ્થ્ય સચિવ પદેથી રાજીનામા બાદ ૫૮ વર્ષના પ્રધાનમંત્રીની સત્તા પર મંગળવાર રાતથી સંકટના વાદળો છવાયેલા છે. રાજીનામું આપનારા બે કેબિનેટ સભ્યોએ કહ્યું કે તેઓ હવે આ કૌભાંડની સંસ્કૃતિને સહન કરી શકશે નહીં, જેણે જ્હોનસનને મહિનાઓથી પરેશાન કર્યા છે. જેમાં ડાઉનિંગ સ્ટ્રીટમાં તાળાબંધી કાયદો પણ સામેલ છે.

અત્રે જણાવવાનું કે બુધવારે સાંજ સુધીમાં કુલ ૩૮ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જેમાંથી મોટાભાગના બહાર નાના પદોને સંભાળનારા સભ્યો છે. વિવાદ વચ્ચે પ્રધાનમંત્રીએ દૃઢતાથી કામ ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો. કેબિનેટ પ્રતિનિધિમંડળ વિશે પૂછવામાં આવતા તેમણે સમિતિને કહ્યું કે, હું રાજનૈતિક ઘટનાઓ પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. અમે દેશની સરકારને આગળ વધારી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે આપણે જે ઈચ્છીએ છીએ તે સ્થિર સરકાર છે, એકબીજાને રૂઢિવાદીઓ તરીકે પ્રેમ કરવો, પોતાની પ્રાથમિકતાઓ સાથે આગળ વધવું, આપણે એ કરવું જરૂરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.