Western Times News

Gujarati News

સુત્રાપાડામાં અનારાધાર વરસાદથી બ્રિજ ધોવાયો

(એજન્સી)ગીર-સોમનાથ, છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગીર-સોમનાથના સુત્રાપાડામાં અનારાધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. આ દરમિયાન અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે.

બીજી તરફ ખેરા અને વસાવડ ગામ વચ્ચે વાડી વિસ્તારમાં ભારે વરસાદથી એક બ્રિજ ધોવાયો છે. આ બ્રિજ પરથી ખેડૂતો અવરજવર કરતા હતા. ખેરા અને વસાવડ ગામનો જાેડતો બ્રિજ ધોવાઈ ગયાની માહિતી મળી છે. બ્રિજ ધોવાઈ ગયાનો આખો બનાવ ખેડૂતો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો છે.

આ દ્રશ્યોમાં જાેઈ શકાય છે કે આખો બ્રિજ પાણીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે જામકંડોરણાનો ફોફળ-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ફોફળ ડેમમાં ૧૧ ફૂટ નવા નીરની આવક થઈ છે.

જેના પગલે ડેમની સપાટ ગઈકાલે ૨૩ ફૂટે પહોંચી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટ્‌વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.

જામકંડોરણા પંથકમાં સાડા ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડતા દુધીવદર ગામ ખાતે આવેલો ફોફળ-૧ ડેમ હાલ ભરાયો છે. આ ડેમની કુલ સપાટી ૮૧.૭૫ મીટર છે. ડેમની ગુરુવારની સપાટી ૮૦.૨૯ મીટર હતી. બીજી તરફ ધોરાજીના ભૂખી ગામ ખાતે આવેલો ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

જેના પગલે ૩૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાદર -૨ ડેમની જળ સપાટી ૫૩.૧ મીટર છે, જ્યારે જળાશયની હાલની સપાટી ૫૧.૧ મીટરે પહોંચી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.