Western Times News

Gujarati News

ચોલ સામ્રાજ્યની અસલી કહાણી પર આધારિત છે ઐશ્વર્યાની ફિલ્મ પોન્નિયન સેલ્વન

ચોલ સામ્રાજ્ય અન્ય કેટલાક દેશોમાં પણ ફેલાયેલું હતું, તેની ભવ્યતા આંખો અંજાઈ જાય તેવી હતી-

૧૫૦૦ વર્ષ સુધી કર્યું હતું રાજ-ફિલ્મ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ તમિલ, હિંદી, મલયાલમ, કન્નડ અને તેલુગુ એમ પાંચ ભાષામાં રિલીઝ થશે.

મુંબઈ,છેલ્લા કેટલાક દિવસથી મણિરત્નષ્ઠના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ પોન્નિયન સેલ્વન ચર્ચામાં છે. ઐશ્વર્યા રાય, ચિયાન વિક્રમ અને કાર્તીના લીડ રોલવાળી આ ફિલ્મનો ફર્સ્ટ લૂક અને ટીઝર થોડા દિવસ પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

મણિરત્ન્‌મના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ ફિલ્મ બે ભાગમાં બનાવી છે, પહેલો ભાગ સપ્ટેમ્બર, ૨૦૨૨માં થિયેટરમાં રિલીઝ થવાનો છે. ફિલ્મ દક્ષિણ ભારતમાં લાંબા સમય સુધી રાજ કરનારા ચોલ સામ્રાજ્યની અસલી કહાણી પર આધારિત છે. ચોલનું સામ્રાજ્યા શાસન માત્ર ભારત પર જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં ચાલતું હતું.

થિયેટરમાં જઈને ફિલ્મ જાેતા પહેલા પહેલા તે જેના પરથી બની છે તેના વિશે વિગતવાર જાણો. ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’ આ નામથી લખવામાં આવેલી નવલકથા પર આધારિત છે, જેને તમિલ રાઈટર કલ્કિ કૃષ્ણમૂર્તિએ લખી છે. ફિલ્મમાં ચોલ યોદ્‌ઘા પોન્નિયનનં પાત્ર રવિએ નિભાવ્યું છે. વિક્રમ પ્રિન્સ આદિત્ય, ઐશ્વર્યા રાય રાણી નંદિની અને કાર્તી આર્મિ કમાંડર વંતિયાતેવનના રોલમાં છે. ફિલ્મના ટીઝરમાં ભવ્ય ચોલ સામ્રાજ્ય દેખાડવામાં આવ્યું છે.

ટીઝરમાં દેખાડવામાં આવ્યું છે તેના કરતાં પણ ભવ્ય ચોલ સામ્રાજ્ય હતું. આજે પણ આ સામ્રાજ્યની તે સમયની ભવ્યતા ઈમારતોમાં જાેવા મળે છે. વર્તમાન ભારતમાં તમિલનાડુ, કેરળ, ઓડિશાથી લઈને માલદીવ્સ, શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક દેશો સુધી ચોલ સામ્રાજ્ય ફેલાયેલું હતું. માનવામાં આવે છે, કે આ સામ્રાજ્યની સ્થાપના ઈ. પૂર્વ ત્રીજી સદીમાં થયું હતું અને સાશન વર્ષ ૧૨૭૯ સુધી રહ્યું હતું. આ રીતે ચોલ સમ્રાજ્ય ૧૫૦૦થી વધુ સમય સુધી રહ્યું હતું. આ કોઈ વંશ દ્વાકા સૌથી વધારે લાંબા સમય સુધી કરવામાં આવેલું શાસન હતું. સામ્રાજ્યની સ્થાપના કાવેરી નદીના કિનારે થઈ હતી.

૯મીથી ૧૩મી સદી સુધીમાં ચોલ સામ્રાજ્ય મિલિટ્રી, પૈસા, સાહિત્ય, સંસ્કૃતિ અને ખેતી મામલે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. દક્ષિણ પૂર્વીય એશિયામાં વેપારના પગલે ચોલ રાજાઓએ કેટલાક દેશોને પોતાની કોલોની બનાવી લીધી હતી. ચોલ સામ્રાજ્યના સૌથી પ્રખ્યાત શાસક રાજરાજા પ્રથમે કલિંગ (ઓડિશા), સિલોન (શ્રીલંકા) અને માલદીવ્સ સુધી ફેલાવ્યું હતું. રાજરાજા પ્રથમે જ ચોલ સામ્રાજ્યની રાજધાની તંજૌરમાં પ્રખ્યાત બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.

કાંજીવરમમાં બનનારી પ્રખ્યાત સિલ્કની સાડી, કાંચીપુરમનું મંદિર અને તમિલ સંસ્કૃતિનો સંગમ કાળ પણ ચોલ સામ્રાજ્યના સમયમાં થયો હતો. ચોલ સામ્રાજ્યની ભવ્યતાને જાણીને તમને ‘પોન્નિયન સેલ્વન’ જાેવાની ઈચ્છા થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.