Western Times News

Gujarati News

અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ઉભી રહેશે

Western Railway Ahmedabad

12 જુલાઈથી અમદાવાદ-આગ્રા કેન્ટ, અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ મુઝફ્ફરપુર જનસાધારણ ટ્રેન અમદાવાદને બદલે સાબરમતીથી ચાલશે.

મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ, અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ અને અમદાવાદ-મુઝફ્ફરપુર સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનો અમદાવાદને બદલે સાબરમતી (ધરમ નગર)થી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ સૂચના આપવામાં આવી હતી કે ટેકનિકલ કારણોસર ઉપરોક્ત ત્રણેય ટ્રેનો અમદાવાદ સ્ટેશનથી ચલાવવામાં આવશે. હવે ટેકનિકલ અડચણ દૂર થઈ ગઈ છે. તેથી ઉપરોક્ત ત્રણેય ટ્રેનો સાબરમતી સ્ટેશનથી ચલાવવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે.

1.       12મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 22548 અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે.

2.       13મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 16:50 કલાકે ઉપડશે.

3.       16મી જુલાઈ 2022થી, ટ્રેન નંબર 15270 અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી 17:55 કલાકે ઉપડશે.

4.       11મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 12547 આગ્રા કેન્ટ – અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે (ટર્મિનેટ) સમાપ્ત થશે.

5.       13મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 22547 ગ્વાલિયર-અમદાવાદ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 12:05 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે.

6.       14મી જુલાઈ 2022 થી, ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર – અમદાવાદ જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર 07:20 કલાકે ટર્મિનેટ (સમાપ્ત) થશે.

11મી જુલાઈ 2022ના રોજ ટ્રેન નંબર 12548 અમદાવાદ-આગ્રા કેન્ટ એક્સપ્રેસને સાબરમતી સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 16:48 વાગ્યે સાબરમતી સ્ટેશન પહોંચશે અને 16:50 વાગ્યે આગ્રા કેન્ટ માટે રવાના થશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www  enquiry.indianrail.gov.in પર જઇ ને માહિતી મેળવી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.