Western Times News

Gujarati News

ઉબેરમાં મુસાફરી કેટલી સલામત? પ૦ માંથી ૪૮ કેબમાં પેનિક બટન કામ નથી કરતું

(એજન્સી) નવીદિલ્હી, દિલ્હીમાં ઉબેર કેબ સર્વિસીઝમાં યાત્રીઓ માટે પેનિક બટનની સુવિધા અપાય છે. દિલ્હીમાં ઉબેર ડ્રાઈવર દ્વારા મહિલા મુસાફરના બળાત્કાર પછી આ સુવિધાને ટેક્ષી અને બસ જેવા કોમર્શિયલ વાહનોમાં ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. આ બટન સીધુ જ પોલીસ સર્વેલન્સ સિસ્ટમ સાથે જાેડાયેલુ હોય છે. આવી મદદથી યાત્રી સ્માર્ટફોન વગર ફક્ત તેને દબાવીને પોલીસને એલર્ટ કરી શકે છે.

એક અંગ્રેજી અખબારની તપાસમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે ર૦૧૪માં દ્યિલ્હી ઉબેર કેબમાં બળાત્કાર પછી કંપનીના સાન ફ્રાંસિસ્કોમાં પણ હડકપ મચી ગયો હતો. પણ બળાત્કારની આ ઘટનાને ૮ વર્ષ વિત્યા હોવા છતાં પણ દિલ્હી એનસીઆરના ફક્ત ૧૧,૦૦૦ કોમર્શીયલ વાહનોમાં જ પેનીક બટન ઈન્ટોલ થઈ શક્યુ છે. નિયમો બનાવવામાં અને તેેના પાલનમાં સ્પષ્ટપણે બહુ જ મોટુ અંતર છે.

તેમણેે દિલ્હીમાં ઉબેર કેબ બુક કરી હતી. તેમાંથી ૪૮માં પેનીક બટન નહોતુ જાેવા મળ્યુ. આ સાથે જ મોનિટરીંગ સિસ્ટમમાં પણ ઘણી ગરબડ જાેવા મળી હતી. જેમાં સોફટવેર ઈન્ટીગ્રેેશનનો મુદ્દો બહુ મોટો છે. જેના કારણે નોડલ ટ્રાન્સપોર્ટ એજન્સીને પોલીસ સુધી પહોંચાડવામાં સમસ્યા થાય છે.

બુક કરેલ પ૦ ઉબેરમાંથી ફક્ત ૭માં જ પેનિક બટન કામ કરતુ હતુ. આ સાતમાંથી પાંચમાં બટન દબાવ્યા પછી ર૦ મીનિટ રાહ જાેવા છતા દિલ્હી પોલીસ તરફથીે કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી.

૪૩ કેબમાંથી ર૯ માં પેનીક બટન હતુ જે નહીં. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રાલયે દ્વારા ર૦૧૬માં પેનીક બટન માટેની અધિસુચના છતાં ર૯ કારમાંથી ૧પના ડ્રાઈવરોએ કહ્યુ હતુ કે તેમણે હરિયાણા અને યુપીમાંથી ફીટનેસ સર્ટીફિકેટ સાથે વાહન ખરીદ્યુ હતુ. બાકીના ૧૪ ડરાઈવરોએ કહ્યુ હતુ કે તેમણે ર૦૧૯ પછેાં કાર ખરીદી હતી. અને પેનિક બટનનો નિયમ ર૦૧૯ પછી આવ્યો છે.

૪૩માંથી ૪ ડ્રાઈવરોએ કહ્યુ હતુ કે તેમની કારના પેનિક બટન તેમના જ બાળકોએ તોડી નાંખ્યા હતા જ્યારે ત્રણેે કહ્યુ હતુ કે ઘણીવાર મુસાફરો ભૂલમાં જ બટન દબાવી દેતા હોય છે. એટલે તેેમણે તે નિષ્ક્રીય કરી નાંખ્યુ હતુ. અને સાત ડ્રાઈવરોએ એવુ કહ્યુ હતુ કે રીપેરીંગ કરાવ્યા પછી બટન કામ કરવાનું બંધ કરી દીધુ હતુ.

દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલંગવાએ કહ્યુ હતુ કે અમને ઉબેર અથવા ઓલા જેવી કોમર્શિયલ ટેક્ષીઓમાંથી અત્યાર સુધીમાં કોઈ ેપેનીક બટન એલર્ટ નથી મળ્યુ. અમે ‘હિંમત પ્લસ’ જેવી અમારી પોતાની એપ લાવ્યા છીએ. અમારી પીસીઆર વાનને અત્યાધુનિક ટેકનિકથી સજ્જ કરી છે. જે સંકટકાલીન કોલને તરત જ રીસ્પોન્સ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.