Western Times News

Gujarati News

૧૫ ઓગસ્ટે શાળા, કોલેજાે, યુનિ., સરકારી કચેરીઓમાં રજા નહીં

15th August Independence day

સ્વતંત્રતા દિવસ ખાસ હોઈ ૧૧થી ૧૭ ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહમાં દરેક ઘરમાં તિરંગો ફરકાવવા સરકારની ઈચ્છા

લખનૌ,  આગામી મહિને ૧૫મી ઓગષ્ટ ૨૦૨૨ના રોજ દેશભરમાં આઝાદીની ૭૫મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. રાષ્ટ્રીય તહેવારના આ દિવસે સામાન્ય રીતે દેશભરની શાળા, કોલેજાે, યુનિવર્સિટી અને સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે પરંતુ સરકારે એક મહત્વનો ર્નિણય કર્યો છે.

આ વખતે ઉત્તર પ્રદેશમાં સ્વતંત્રતા દિવસ ૨૦૨૨ના અવસર પર રજા આપવામાં આવશે નહીં. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે, તે સંદર્ભે યોગી સરકારે આ ર્નિણય લીધો છે.

૧૫ ઓગસ્ટના રોજ રાજ્યમાં કોઈપણ શાળા, કોલેજ, યુનિવર્સિટી, સરકારી અથવા બિન સરકારી કચેરીઓ અને બજાર બંધ રહેશે નહીં. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો આઝાદીના આ દિવસે યોજાશે.

યુપીના મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ કહ્યું કે ભારતની આઝાદીના અમૃત ઉત્સવ પર આયોજિત આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ખાસ છે. આ વખતે ૧૧થી ૧૭ ઓગસ્ટ દરમિયાન સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો છે.

આ દરમિયાન દરેકના ઘર, સરકારી બિન-સરકારી કાર્યાલયો, સંસ્થાઓ, જાહેર સ્થળો પર તિરંગો ફરકાવવો જાેઈએ તેવી ઈચ્છા સરકારની છે. તેમણે કહ્યું કે આવી તક ભવિષ્યમાં ૨૫ વર્ષ પછી જ મળશે માટે દેશભર અને રાજ્યમાં એવું વાતાવરણ હોવું જાેઈએ કે આખી દુનિયાની આંખો ખુલ્લી રહે.

સ્વતંત્રતા સપ્તાહનો ઉત્સવ માત્ર સરકારી કાર્યક્રમ ન હોવો જાેઈએ પરંતુ તે દરેક નાગરિકનો કાર્યક્રમ હોવો જાેઈએ. આ અવિસ્મરણીય અવસર પર કોઈએ રજા માણવા ન જવું જાેઈએ. આખા સાત દિવસ ઉત્સવનું વાતાવરણ રહે.
મુખ્ય સચિવે સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ કરી છે કે આવી સામાજિક સંસ્થાઓ વર્ષોથી જનતાની વચ્ચે સેવાકીય કાર્ય કરી રહી છે તેઓ લોકોને જાેડો.

આ પહેલા ૧૨ જુલાઈ, ૨૦૨૨ના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં અમૃત મહોત્સવને લઈને રચાયેલી રાજ્ય સ્તરીય સમિતિની બેઠક સીએમ હાઉસમાં મળી હતી. આ દરમિયાન તેમણે સંસ્કૃતિ વિભાગના કોમ્યુનિટી રેડિયો જયઘોષનું થીમ સોંગ અને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.