Western Times News

Gujarati News

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૫૬ ટકા વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૫૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય ૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૬ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ધરમપુર તાલુકામાં ૧૪૦ મિ.મી., કપરાડામાં ૧૨૭ મિ.મી. મળી કુલ બે તાલુકાઓમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

જયારે ખેરગામ તાલુકામાં ૯૩ મિ.મી, ચીખલીમાં ૯૧ મિ.મી, તાલાલામાં ૭૧ મિ.મી, વાપીમાં ૬૯ મિ.મી, વઘઈમાં ૬૭ મિ.મી, પારડી, ઉમરગામ અને સતલાણામાં ૬૬ મિ.મી, અને ગણદેવીમાં ૬૫ મિ.મી, મળી કુલ નવ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત થાનગઢ તાલુકામાં ૬૪ મિ.મી, વલસાડમાં ૬૧ મિ.મી, વાંસદા અને મોડાસામાં ૫૪ મિ.મી, લખપતમાં ૫૨ મિ.મી, વેરાવળમાં ૫૧ મિ.મી, માતર અને છોટા ઉદેપુરમાં ૫૦ મિ.મી, મળી કુલ આઠ તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સાયલા તાલુકામાં ૪૭ મિ.મી, ભુજ અને વ્યારામાં ૪૬ મિ.મી, ડાંગ (અહવા)માં ૪૫ મિ.મી, દસક્રોઈમાં ૪૪ મિ.મી, ડોલવણમાં ૪૩ મિ.મી, માળિયા અને કપડવંજમાં ૪૨ મિ.મી, મહુવામાં ૪૦ મિ.મી, નવસારી અને વડાલીમાં ૩૯ મિ.મી, વાલોડ અને મેઘરજમાં ૩૮ મિ.મી, ઉનામાં ૩૭ મિ.મી, મહેમદાવાદ અને સુબીરમાં ૩૭ મિ.મી, ધનસુરામાં ૩૬ મિ.મી, વિસાવદર, અબડાસા, તિલકવાડા અને ઇડરમાં ૩૫ મિ.મી, સિનોર

અને માલપુરમાં ૩૪ મિ.મી, અંકલેશ્વર અને ઝઘડિયામાં ૩૩ મિ.મી, કેશોદ, નાંદોદ અને અમદાવાદ શહેરમાં ૩૨ મિ.મી, મુળી અને સાગબારામાં ૩૦ મિ.મી, ચોર્યાસી, પલસાણા, જાંબુઘોડા, બોડેલીમાં ૨૯ મિ.મી, ગીર ગઢડામાં ૨૮ મિ.મી, માંગરોળ અને સંખેડામાં ૨૬ મિ.મી,  ડભોઇ અને ખેડામાં ૨૫ મિ.મી મળી કુલ ૩૯ તાલુકાઓમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૬ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૦૧.૭૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૧.૮૮ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૬.૬૧ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૩.૭૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૩૯.૯૧ ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.