Western Times News

Gujarati News

અલ્લુ સારી સ્ક્રિપ્ટ મળવા પર હિન્દી ફિલ્મ સાઈન કરી શકે છે

મુંબઈ, સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવૂડમાં એન્ટ્રી કરવા પર પ્રતિક્રિયા આપી છે. અલ્લુએ કહ્યું કે જાે તેણે સારી સ્ક્રિપ્ટ મળશે તો તે બોલિવૂડમાં જરૂરથી કામ કરશે. અલ્લુની ફિલ્મ પુષ્પાની રિલીઝ પછી હિન્દી ઓડિયન્સની વચ્ચે પણ લોકપ્રિયતા વધી ગઈ છે. તેથી બધા તેના બોલિવૂડ ડેબ્યુની રાહ જાેઈ રહ્યા છે. તેનું નિવેદન મહેશ બાબુ કરતા વિપરિત છે.

અલ્લુ અર્જુન જણાવે છે કે, આ મારા માટે સરળ ટાસ્ટ નહીં હોય, પરંતુ યોગ્ય તક મળવા પર હું મારું સર્વસ્વ આપીશ. હિન્દીમાં એક્ટિંગ કરવી અત્યારે મારા માટે કમ્ફર્ટ ઝોનથી બહાર છે, પરંતુ જ્યારે જરૂર લાગશે ત્યારે હું કમ્ફર્ટ ઝોનમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી જઈશે.

અલ્લુના આ સ્ટેટમેન્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેણે બોલિવૂડમાં કામ કરવાથી કોઈ વાંધો નથી. અલ્લુના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘પુષ્પા ધ રાઈઝ’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મથી તે દુનિયાભરમાં પોપ્યુલર થઈ ગયો હતો. આ ફિલ્મને સુકુમારે ડાયરેક્ટ કરી છે.

ફિલ્મમાં અલ્લુ એટલે કે પુષ્પરાજ સિવાય રશ્મિકા મંદાના, સુનીલ, સમાંથા રૂથ પ્રભુ, ફહાદ ફાસિલ, પ્રકાશ રાજ સહિત ઘણા સ્ટાર્સ લીડ રોલમાં જાેવા મળ્યા હતા. ફિલ્મને હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મના હિન્દી વર્ઝને લગભગ ૧૧૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે ફેન્સને ફિલ્મના બીજા પાર્ટ ‘પુષ્પાઃ ધ રૂલ’ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

ફિલ્મનો આ પાર્ટ ચંદનની તસ્કરી પર આધારિત હશે. સરકારુ વારી પાતા’ સ્ટારે કહ્યું હતું, મને હિન્દીમાં ઘણી ઓફર મળી, પરંતુ મને નથી લાગતું કે, તેઓ મને અફોર્ડ કરી શકે છે. હું મારો સમય આવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરીને બરબાદ કરવા નથી માગતો, જે મને અફોર્ડ ન કરી શકે.

મને અહીં જે સ્ટારડમ અને સન્માન મળે છે, ઘણું મોટું છે, તેથી હું ક્યારેય પણ સાઉથ ઈન્ડસ્ટ્રીને છોડી અન્ય ઈન્ડસ્ટ્રીમાં જવા વિશે વિચારી ન શકું. મેં હંમેશાં ફિલ્મ કરવાનું અને મોટું બનવાનું વિચાર્યું છે. મારું સપનું હવે સાકાર થઈ રહ્યું છે. તેના આ નિવેદનને આપણે ખોટું ન કહી શકીએ કારણ કે તે તેમાં ખુશ છે અને આ વાત પોતપોતાના રસની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.