Western Times News

Gujarati News

ભાજપએ ૨૦૧૯ કરતા મોટી જીતના ઈરાદા સાથે ૧૪૧ મોરચાઓ પર તૈનાત કર્યા કેન્દ્રીય મંત્રી

નવીદિલ્હી, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ૨૦૧૯ કરતા પણ મોટી જીત મળે, તેના માટે પાર્ટીએ રણનીતિ અંતર્ગત અત્યારથી જ મિશન ૨૦૨૪ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, પાર્ટીએ તે ૧૪૧ બેઠકો પર જીતનો ઝંડો લહેરાવવાની જવાબદારી કેન્દ્રીય મંત્રીઓને સોંપી છે, જેના પર ૨૦૧૯ની ચૂંટણીમાં પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો.

કેટલાક મોટા કેન્દ્રીય મંત્રીઓને છોડીને બાકી લગભગ તમામ મંત્રીૃઓને આ કામમાં લગાવવામાં આવ્યા છે.મંત્રીઓને સીટ મુજબ જવાબદારીઓ આપવામાં આવી છે, જેઓ પોતપોતાના વિસ્તારોમાં પ્રવાસ કરીને અને બેઠકો દ્વારા જીત માટેની અસરકારક રણનીતિ બનાવશે.

સૂત્રોનું માનીએ તો, જે મંત્રીઓને ૧૪૧ બેઠકો જીતાડવાની જવાબદારી આપવામાં આવી છે, તેઓ આવનારા બે વર્ષ સુધી એટલે કે, ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી સુધી આ વિસ્તારોમાં જઈને કામ કરશે અને જીત મેળવવાની રણનીતિ તૈયાર કરશે. સૂત્રો જણાવે છે કે, ૨૦૧૯ની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં હારેલી ૧૪ બેઠકો પર હવે ૨૦૨૪મા પાર્ટીનો ઝંડો ફરકાવવા માટે ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા છે.

જેમાં સપા, બસપા, કોંગ્રેસના કબજા વાળી બેઠકો સામેલ છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને સહારનપુર, નગીના અને બિજનૌરની જવાબદારી સોંપવામાં આવી છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર રાયબરેલી, મઉ, ઘોસી, શ્રાવસ્તી અને આંબેડકર નગરની જવાબદારી સંભાળશે.

રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહ મુરાદાબાદ, અમરોહા અને મૈનપુરીનું કામ જાેશે. જ્યારે રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવીને જૌનપુર, ગાઝીપુર અને લાલગંજની જવાબદારી સોંપવામાં આવી છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને પંજાબની લુધિયાણા, સંગરુર અને હિમાચલ પ્રદેશની મંડી બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.

જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પંજાબની આનંદપુર સાહિબ બેઠકને જીતવાની જવાબદારી સંભાળશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ મહારાષ્ટ્રના બુલઢાણા અને ઔરંગાબાદની બેઠકો પર જીતની રણનીતિ બનાવશે. જ્યારે નાણામંત્રી ર્નિમલા સીતારમણને, મહારાષ્ટ્રમાં શરદ પવારના ગઢમાં બારામતીમાં જિતાડવાની જવાબદારી આપવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે, મધ્ય પ્રદેશમાં છેલ્લા ઘણા દાયકાઓથી કમલનાથના કબજામાં રહેલી છિંદવાડા અને છત્તીસગઢની કોરબા સીટો પર પાર્ટીને જીતાડવાની જવાબદારી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહના ખભા પર છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે કેરળની ત્રિશૂર અને ઉત્તર પ્રદેશની સંભલ બેઠકની જવાબદારી સંભાળશે. તેલંગાણાની નલગોંડા, મહબૂબનગર અને નગરકુરનૂલ બેઠક પર પાર્ટી જીત મેળવે, આ જવાબદારી મહેન્દ્ર નાથ પાંડેના માથે નાખવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને તેલંગાણાના આદિલાબાદ, પેડાપલ્લી, મેંઢક અને ઝાહિરાબાદ અને રાજ્ય મંત્રી પ્રહલાદ પટેલને છત્તીસગઢની રાયગઢ અને ઝારખંડની ગિરિડીહ બેઠકનું કામ સોંપવામાં આવ્યું છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી સિંહ તમિલનાડુમાં શિવ ગંગા, વેલ્લુર, કન્યાકુમારી અને તિરુવલ્લુરની બેઠકો માટે રણનીતિ નિર્માણમાં જાેડાશે.

અન્ય રાજ્યોની બેઠકો માટે પણ કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી રહી છે.૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં પહેલા કરતા પણ મોટી જીત મળે, તેના માટે પાર્ટીએ જુલાઈ ૨૦૨૨થી જ રણનીતિ બનાવીને અમલ કરવાનું શરૂ કરી દીધું છે. ૨૦૨૪ની આટલા મોટા પાયા પર મિશન તૈયારી જેવી રણનીતિનો જ કમાલ છે કે વિરોધીઓ પણ માને છે કે મોદીના નેતૃત્વમાં મ્ત્નઁ દરેક મિનિટે અને દરેક સેકન્ડે ચૂંટણી જીતવા માટેના મિશન મોડમાં રહે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.