Western Times News

Gujarati News

ભારતીય શેર બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો

મુંબઇ, વૈશ્વિક બજારમાંથી મિક્સ સંકેતો બાદ મંગળવારે ભારતીય શેર બજારમાં ઘટાડાનો માહોલ જાેવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે ખુલ્યા. કારોબારી સત્રની શરૂઆતમાં ૩૦ અંકવાળો સેન્સેક્સ ૨૬૯.૨૭ અંક તૂટીને ૫૪,૨૫૧.૮૮ ના સ્તરે ખુલ્યો. ૫૦ અંકવાળો નિફ્ટી તૂટીને ૧૬,૧૮૭.૦૫ અંક પર ખુલ્યો. કારોબારી સત્રની શરૂઆતમાં ૩૦માંથી ૨૦ શેરમાં ઘટાડો જાેવા મળ્યો. મોટાભાગના સેક્ટર દબાણમાં જાેવા મળ્યા.

જાે કે થોડીવાર ઘટાડાના માહોલ બાદ હવે સેન્સેક્સમાં વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લી માહિતી મળ્યા મુજબ (સવારે સવા દસ વાગે) સેન્સેક્સમાં ૫૫.૦૪ પોઈન્ટની તેજી સાથે ૫૪૫૭૬.૭૯ પર અને નિફ્ટીમાં ૧૫.૮૦ પોઈન્ટના વધારા સાથે ૧૬૨૯૪.૩૦ પર કારોબાર થઈ રહ્યો છે.

વૈશ્વિક બજારની વાત કરીએ તો ત્યાં પણ ઘટાડાનો માહોલ જાેવા મળ્યો. જેના કારણે એવી આશંકા હતી કે ઘરેલુ બજાર પણ ઘટાડા સાથે ખુલશે. જીય્ઠ નિફ્ટીમાં પણ નબળાઈ જાેવા મળી. સોમવારે દમદાર શરૂઆત બાદ અમેરિકી બજારમાં પણ ઘટાડો જાેવા મળ્યો. ડાઉ જાેન્સ ૬૦૦ પોઈન્ટ ગગડીને નીચલા સ્તરે બંધ થયો.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.