Western Times News

Gujarati News

ચીને એવું મશીન બનાવ્યું જેનાથી ખબર પડશે કોઈ વ્યક્તિ કોઈના માટે કેટલું વફાદાર છે

બીજીંગ, શું કોઈની વફાદારીનું કોઈ માપ છે? આ સવાલનો જવાબ ચીન તરફથી આવ્યો છે. વાસ્તવમાં, ચીનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓએ તેમની અદ્યતન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીથી આવી એક સિસ્ટમ વિકસાવી છે, જે કહી શકે છે કે તમે કોઈના પ્રત્યે કેટલા વફાદાર છો.

આ નવી અને હાઈટેક સિસ્ટમને હેફેઈ નેશનલ કોમ્પ્રીહેન્સિવ સાયન્સ સેન્ટરમાં વિકસાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે, આ ઉપકરણ ચહેરાના હાવભાવ, મગજના ઈઈય્ રીડિંગ્સ અને ત્વચામાં થતા ફેરફારોના આધારે કોઈપણ વ્યક્તિનું પરીક્ષણ કરી શકે છે.

એક વીડિયો જાહેર કરતી વખતે ચીને દાવો કર્યો હતો કે તેનું પરીક્ષણ થતાં જ પરિણામ તરત જ જાહેર થઈ જાય છે. તેના દાવાને સાબિત કરવા માટે જે વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો તે પાછળથી દૂર કરવામાં આવ્યો હતો.

ચીનના સંશોધકનો દાવો છે કે માઇન્ડ રીડિંગના કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોની વફાદારી પણ તપાસશે.

આ સંબંધમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાર્ટીના ૪૩ સભ્યોએ આ ટેસ્ટ માટે પોતાની મંજૂરી આપી દીધી છે. જાે કે એ અલગ વાત છે કે ભૂતકાળમાં એવા આક્ષેપો થયા છે કે ચીન શિનજિયાંગ ક્ષેત્રમાં ઉઇગર મુસ્લિમોની લાગણીઓને પારખવા માટે ચહેરાની ઓળખ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળા કેમેરાનો ઉપયોગ કરી રહ્યું હતું.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નામે ચીન જે ટેક્નોલોજી લાવ્યું છે. ઠીક આજ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ ભારતમાં પહેલાથી જ થઈ રહ્યો છે. કાનૂની બાબતોમાં, સત્ય અને જૂઠની ઓળખ કરતી પોલિગ્રાફ ટેસ્ટનો ભારતમાં ઉપયોગ થાય છે.

ચાઈનીઝ ટેક્નોલોજીની જેમ આ ટેસ્ટમાં પણ મગજના અમુક તરંગો, ત્વચાના ફેરફારો અને ચહેરાના હાવભાવની તપાસ કરવામાં આવે છે જેથી સત્ય અને જૂઠની ખબર પડે.

લોયલ્ટી ટેસ્ટ માટે અપનાવવામાં આવતા મશીનમાંથી મેળવેલ સ્કોર ૯૯ ટકા સુધી સાચો ગણવામાં આવે છે. ભારતમાં આજકાલ ઘણા લોકો લગ્ન પહેલા પોતાના જીવનસાથી અથવા લગ્ન પછીના ગેરકાયદેસર સંબંધની શંકા દૂર કરવા માટે આ ટેસ્ટ કરાવતા હોય છે.

નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં આવા પરીક્ષણો કરાવવાનું ચલણ વધ્યું છે. અમુક લોકોએ જાતે જ ટેસ્ટની તપાસ કરી અને એ સમજવાનો પ્રયાસ કર્યો કે વફાદારી માપનારા મશીનો કેટલી વફાદારીથી કામ કરે છે.

વાસ્તવમાં ટેસ્ટ માટે કેટલાક મશીનો લગાવવામાં આવે છે. ત્વચામાં થતા ફેરફારોને વાંચવા માટે, આંગળીઓમાં ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે છે, જે શરીરમાં લોહીના પ્રવાહને માપે છે કે શું તે વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે. આ સિવાય ત્વચામાં થતા વાઇબ્રેશન પણ વાંચી શકાય છે.

શરીરમાં રૂંવાટી ઉભી થવાની તપાસ કરી શકાય છે. મશીન છાતી પર અને પેટ પર પણ લગાવવામાં આવે છે. જ્યારે છાતીનું મશીન હૃદયના ધબકારા તપાસે છે, ત્યારે પેટમાં થતાં ગડગડાટ માટે પણ ઉપકરણ લગાવવામાં આવે છે. બ્લડ પ્રેશર મોનિટર દ્વારા બીપીમાં થતા ફેરફારોને ટ્રેક કરવામાં આવે છે. મગજમાં થતા ફેરફારોને વાંચવા માટે બ્રેઈન મેપિંગ કરવામાં આવે છે.

આ ટેસ્ટને પોલીગ્રાફ, બ્રેઈન મેપિંગ અથવા લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે. જાે કે, આ ટેસ્ટ કરવા માટે તે વ્યક્તિની મંજૂરી હોવી જરૂરી છે. નિષ્ણાતોના મતે, આ પરીક્ષણ લગભગ ૧૦૦% સાચા પરિણામ આપે છે અને તેના પરિણામોએ ઘણા ઘરો બચાવ્યા છે અને ઘણા સંબંધો તૂટી પણ ગયા છે.

આ વિષય અંગે મનોચિકિત્સક ડો.સંદીપ વોહરા માને છે કે ભારતમાં આવા પરીક્ષણોની વધતી માંગ દર્શાવે છે કે સંબંધોમાં પરસ્પર વિશ્વાસની મજબૂતાઈ ઘટી રહી છે. આવી સ્થિતિમાં લોકોએ ટેસ્ટના પરિણામો પર નહીં પરંતુ સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂકવો જાેઈએ.

ચીન એક ડગલું આગળ વધીને આ ટેકનિકથી રાજકીય પક્ષોની વફાદારીનું માપન કરી રહ્યું છે. કલ્પના કરો કે જાે ભારતમાં પણ આવું થાય તો રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આપણે અગાઉથી જાણી લઈએ. જ્યારે, મહારાષ્ટ્રથી ગોવા સુધી શિવસેનામાં થયેલો બળવો અગાઉથી શોધી શકાય છે.

પણ મોટો પ્રશ્ન એ છે કે વફાદારીની આ કસોટીનું પરિણામ ગમે તે આવે, તમે ન તો કોઈ દવા આપીને કોઈને તમારા વફાદાર બનાવી શકો છો અને ન તો દવા આપીને કોઈને બેવફા બનાવી શકો છો. વફાદારી માટે તો માત્ર પરસ્પર પ્રેમ અને આદર જ કામમાં આવે છે. દૂરંદેશી પરિણામો તમારી તરફેણમાં રહેશે એવી ગેરેન્ટી આપવાવાળા આ ફોર્મ્યુલાને કોઈપણ પરીક્ષણોની જરૂર નથી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.