Western Times News

Gujarati News

ફ્લાઇટમાં પેસેન્જરની બેગમાંથી એર હોસ્ટેસે ચોરી લીધા ૭ લાખ રૂપિયા

બીજીંગ, સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે, વિમાનથી વધુ સુરક્ષિત મુસાફરી બીજી કોઈ નથી. બસ અને ટ્રેનમાં ચોરીની ઘણી ઘટનાઓ તમે સાંભળી જ હશે. પરંતુ લોકો આ બાબતમાં વિમાનને સુરક્ષિત માને છે. લોકોને લાગે છે કે, જ્યારે કોઈ વિમાનમાં મુસાફરી કરવા માટે આટલી મોંઘી ટિકિટ ખરીદી શકે છે, તો તેમાં પૂરી સુરક્ષા તમામ પ્રકારની હોય જ છે.

પરંતુ આ વાત હાલમાં બનેલી એક ઘટનાને પગલે ખોટી ઠરી રહી છે. અમેરિકન એરલાઈન્સમાં એક પેસેન્જરના સાડા સાત લાખ રૂપિયાની રોકડ ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે અંતર્ગત એક એર હોસ્ટેસ પર વિમાનમાં સવાર પેસેન્જરની બેગમાંથી ૭ લાખ રૂપિયાની રોકડ ચોરી કરવાનો આરોપ લાગ્યો છે.

પેસેન્જર બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હતો. પ્લેનમાંથી ઉતર્યા પહેલા પેસેન્જર પોતાની પૈસા ભરેલી બેગ ભૂલી ગયો હતો. પરંતુ જ્યારે બેગ તેને પાછી મળી ત્યારે તેમાંથી રોકડ રૂપિયા ગાયબ હતા.

હાલમાં, ૩૫ વર્ષની એર હોસ્ટેસ કરીના પારયગિનાની સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ, કરીના પારયગિના પર એક પેસેન્જરના કથિત રીતે ૭ લાખ ૨૦ હજાર રૂપિયાથી વધુની રોકડની ચોરી કર્યા બાદ તેના પર કાર્યવાહી કરવામાં આવી.

જણાવવામાં આવ્યું હતું કે, બિઝનેસમેન ઓલેગ અબારા છીિર્કર્ઙ્મં હ્લઙ્મૈખ્તરં દ્વારા તુર્કીથી મોસ્કો પહોંચ્યા હતા. ઓલેગ પાસે એક નાની બેગ હતી, જેમાં ૯૦૦૦ ડૉલર રોકડા હતા. પરંતુ મોસ્કો એરપોર્ટ પર ઉતરતી વખતે તેઓ આ બેગને વિમાનની અંદર જ ભૂલી ગયો.

થોડા સમય પછી જ્યારે તેને યાદ આવ્યું તો તેણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. CCTV દ્વારા ઓલેગના બેગની શોધખોળ કરવામાં આવી તો, જાણવા મળ્યું કે ગુમ થયેલી બેગને એરપોર્ટ પર જમા કરાવતા પહેલા એર હોસ્ટેસ કરીના પારયગિના બેગને પોતાની સાથે વિમાનના બાથરૂમમાં લઈ ગઈ હતી. જ્યાંથી તેણે બેગમાંથી રોકડ રકમ કાઢી લીધી અને પછી બેગ અધિકારીઓને આપી દીધી.

આ સમગ્ર મામલામા પોલીસે એર હોસ્ટેસની સામે ક્રિમિનલ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. તેમજ પૈસા પેસેન્જરને પરત અપાવી દીધા છે. રિપોર્ટ મુજબ, જાે એર હોસ્ટેસ આ કેસમાં દોષિત ઠરશે તો, તેણે પોતાની નોકરી ગુમાવવી પડી શકે છે. સાથે જ સજા પણ થઈ શકે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.