Western Times News

Gujarati News

ચીનનું અર્થતંત્ર ગમે તે સમયે ધ્વંસ્ત થઈ શકે છે: બેંકની બહાર ટેન્કો મૂકવી પડી

bank of China

ચીનની બેંકોનો લોકોને પૈસા આપવા ઈનકાર, ટેન્કો ખડકાઈ ચીનમાં પોલીસ-લોકો વચ્ચે અથડામણ ચાલી રહી છે

નવી દિલ્હી,  ચીનનું અર્થતંત્ર એ સ્થિતિએ પહોંચ્યું છે કે, તે કોઈ પણ સમયે ધ્વસ્ત થઈ શકે છે. ચીનની બેન્કિંગ સિસ્ટમની સ્થિતિ એ હદે દયનીય છે કે,

હેનાન પ્રાંતમાં બેંક ઓફ ચાઈનાની શાખાની સુરક્ષા માટે સરકારે રસ્તાઓ પર ટેન્ક મુકવી પડી છે. બેંક દ્વારા લોકોના પૈસા પરત કરવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. આ કારણે છેલ્લા અનેક સપ્તાહથી પોલીસ અને લોકો વચ્ચે અથડામણ ચાલી રહી છે.

ચીનના હેનાન પ્રાંતમાં આવેલી અનેક નાની બેંક જેમની સંયુક્ત સંપત્તિ ૬ અબજ ડોલર (૪૦ અબજ યુઆન) તથા આશરે ૪ લાખ ગ્રાહકો હતા તે બેંકોએ એપ્રિલ મહિનામાં દેવાળુ ફુંક્યુ છે. તેનું મુખ્ય કારણ કુવ્યવસ્થા, ભ્રષ્ટાચાર, કમજાેર નિયમન તથા ખરાબ રિસ્ક મેનેજમેન્ટ છે. ચીનમાં આશરે ૪,૦૦૦ લઘુ અને મધ્યમ બેંકો આવેલી છે અને તેમની સ્થિતિ પણ હેનાન પ્રાંતની બેંકો જેવી થવાની શક્યતા છે.

ચીનમાં ૨૦૦૯ બાદ લોનના આધાર પર ગ્રોથની રણનીતિનો અમલ થઈ રહ્યો છે. આ કારણે આજે ચીનનું બેન્કિંગ સેક્ટર ૨૬૪%ના દેવા-જીડીપીના રેશિયો પર આવી ગયું છે. છેલ્લા ૨ વર્ષોમાં કોવિડના કારણે ચીનના વિકાસનું પૈડું ખૂબ જ મંદ પડી ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.