Western Times News

Gujarati News

મોહમ્મદ શમીએ એક કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી

વેરિયન્ટના નામ મુજબ એફ-ટાઈપ એક કૂપે છે, જે ૨.૦ લિટર ટર્બો પેટ્રોલ એન્જિનની સાથે આવે છે

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના પેસ બોલર મોહમ્મદ શમીએ પોતાના માટે કેલડેરા રેડ કલરમાં એક શાનદાર જગુઆર એફ-ટાઈપ લક્ઝરી સ્પોર્ટ્‌સ કાર ખરીદી છે. આ લક્ઝરી કારની એક્સ-શોરૂમ કિંમત ૯૮.૧૩ લાખ રૂપિયા છે અને મોહમ્મદ શમીએ જે જગુઆર એફ-ટાઈપ ખરીદી છે, તે ૨.૦ કૂપે આર-ડાયનેમિક વેરિયન્ટ છે.

આ વેરિયન્ટના નામ મુજબ એફ-ટાઈપ એક કૂપે છે, જે ૨.૦ લિટર ટર્બો પેટ્રોલ એન્જિનની સાથે આવે છે. કારનું એન્જિન ૨૯૫ બીએચપી પાવર અને ૪૦૦ એનએમ ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ આ શાનદાર સ્પોર્ટ્‌સ્‌ કારમાં ૮ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપ્યું છે, જે જગુઆર ઝેડએફથી લેવામાં આવ્યું છે. મોહમ્મદ શમીએ પોતાની શાનદાર એક કરોડ રૂપિયાની કાર માટે પણ એક ખાસ સ્પેશિયલ નંબર પણ ખરીદ્યો છે.

જગુઆર એફ-ટાઈપનું વધારે દમદાર મોડલ પણ રજૂ કર્યું છે, જે કૂપે અને કન્વર્ટેબલ બંને ટાઈપમાં મળે છે. તેની સાથે દમદાર ૫.૦ લિટર વી૮ એન્જિન આપવામાં આવ્યું છે, જે સુપરચાર્જ્‌ડ છે અને ૪૪૫ બીએચપી પાવર અને ૫૮૦ એનએમ ટોર્ક જનરેટ કરે છે.

કંપનીએ આ એન્જિનની સાથે ૮ સ્પીડ ઝેડએફ ટ્રાન્સમિશન આપ્યું છે. આ એન્જિનના શાનદાર અવાજ માટે આ કાર ઓળખાઈ છે. આ ઉપરાંત કારનો પાવર અને ટોર્કના આંકડા કયું મોડેલ ખરીદ્યું છે, તેના પર આધાર રાખે છે.
મોહમ્મદ શમીએ જૂન ૨૦૨૨માં નવું રોયલ એનફીલ્ડ કોન્ટિનેન્ટલ જીટી ૬૫૦ બાઈક ખરીદ્યું હતું, જેનું મિસ્ટર ક્લીન વેરિયન્ટ શમી ઘરે લાવ્યો હતો.

તેની એક્સ-શોરૂમ કિંમત ૩.૩૨ લાખ રૂપિયા છે. આ બાઈકની સાથે ૬૪૮ સીસી ફ્યુઅલ ઈન્જેક્ટેડ, ફોર સ્ટ્રોક, પેરલલ ટિ્‌વન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે એર/ઓઈલ કૂલ્ડ છે. આ એન્જિન ૪૭ પીએસ પાવર અને ૫૨ એનએમ ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું માનીએ તો, ફક્ત ૨૫૦૦ આરપીએમ પર આ બાઈકનું એન્જિન ૮૦ ટકા ટોર્ક જનરેટ કરવા લાગે છે. તેમાં ૬ સ્પીડ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.