Western Times News

Gujarati News

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના નેતાઓને મોકલી લીગલ નોટિસ

Smriti Irani send legal notice

પુત્રી પર લગાવ્યા હતા આરોપ -પુત્રી પર ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા પવન ખેડા, જયરામ રમેશ, નીતા ડીસૂઝા અને કોંગ્રેસને કાયદાકીય નોટિસ 

નવી દિલ્હી,  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રીને લઈને કોંગ્રેસના આરોપો પર વિવાદ વધી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ આ મુદ્દે આમને-સામને છે. હવે સ્મૃતિ ઈરાનીએ પોતાની ૧૮ વર્ષીય પુત્રી પર ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા પવન ખેડા, જયરામ રમેશ, નીતા ડીસૂઝા અને કોંગ્રેસને કાયદાકીય નોટિસ મોકલી છે.

સ્મૃતિ ઈરાનીએ બિનશરતી લેખિતમાં માફી માંગવા અને આરોપોને તત્કાલ પ્રભાવથી પરત લેવાનું કહ્યું છે. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સ્મૃતિની પુત્રી ગોવામાં ગેરકાયદેસર રૂપથી બાર ચલાવી રહી છે.

આ આરોપ લગાવતા કોંગ્રેસે પીએમ મોદીને અપીલ કરી કે સ્મૃતિ ઈરાનીને મંત્રી પદેથી હટાવી દેવામાં આવે. કોંગ્રેસના આરોપો પર સ્મૃતિ ઈરાનીએ શનિવારે કોંગ્રેસ નેતાઓને લીગલ નોટિસ મોકલવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની ૧૮ વર્ષની પુત્રી જાેઈશ કોલેજની પ્રથમ વર્ષની છાત્રા છે. તે બાર ચલાવતી નથી.

મારી પુત્રીની ભૂલ તે છે કે તેના માતાએ સોનિયા અને રાહુલ ગાંધી દ્વારા ૫૦૦૦ કરોડ રૂપિયાની લૂટ પર પત્રકાર પરિષદ યોજી. હું કાયદાની અદાલત, લોકોની અદાલતમાં જવાબ માંગીશ. તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું હતું કે વિપક્ષી દળે તેમની પુત્રીનું જાહેર રૂપથી ચરિત્ર હનન કર્યું છે.

ઈરાનીની પુત્રીના વકીલ કીરત નાગરાએ કહ્યુ કે, તેમના ક્લાયન્ટ સિલી સોલ્સ નામની રેસ્ટોરન્સની ન તો માલિક છે અને ન તેનું સંચાલન કરે છે. તેને કોઈ કારણ દર્શાવો નોટિસ મળી નથી. નાગરાએ કહ્યુ કે, અંગત સ્વાર્થવાળા ઘણા લોકો દ્વારા ખોટી, દૂર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી રહી છે, જે તેની ક્લાયન્સની માતા, પ્રતિષ્ઠિત નેતા સ્મૃતિ ઈરાનીની સાથે રાજકીય સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

વકીલે આરાપોને નિરાધાર ગણાવતા કહ્યું- તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લોકો માત્ર એટલા માટે દુષ્પ્રચાર કરી રહ્યાં છે જેથી તથ્યોની તપાસ કર્યા વગર મુદ્દાવિહીન વાતને સનસની બનાવી રજૂ કરી શકાય અને તે મારી ક્લાયન્સને માત્ર તેથી બદનામ કરે છે કે તે એક નેતાની પુત્રી છે.

કોંગ્રેસે એક દસ્તાવેજ જાહેર કરી દાવો કર્યો હતો કે આબકારી વિભાગ તરફથી સ્મૃતિ ઈરાનીની પુત્રીને કારણ દર્શાવો નોટિસ જાહેર કરવામાં આવી અને જે અધિકારીએ નોટિસ આપી તેની કથીત રીતે બદલી કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.