Western Times News

Gujarati News

રામનાથ કોવિંદે ભારતની જનતાને છેલ્લીવાર સંબોધિત કરી

આઝાદીમાં અસંખ્ય લોકોનું યોગદાન છેઃ રામનાથ કોવિંદ

હું તે અવસરોને યાદ કરીશ જ્યારે મને સશસ્ત્ર દળો, અર્ધ-સૈન્ય દળો,પોલીસના બહાદુર જવાનોને મળવાની તક મળી 

નવી દિલ્હી,  રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ તરીકે દેશની જનતાને છેલ્લીવાર સંબોધિત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ છોડવાની પૂર્વ સંધ્યા પર કહ્યું કે ૫ વર્ષ પહેલાં હું તમારા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માધ્યમથી રાષ્ટ્રપતિના રૂપમાં ચૂંટાયો હતો. રાષ્ટ્રપતિના રૂપમાં મારો કાર્યકાળ આજે સમાપ્ત થઈ રહ્યો છે. હું તમારા બધા અને તમારા જનપ્રતિનિધિઓ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું.

રામનાથ કોવિંદે સમગ્ર દેશવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, મને કિસાન અને મજૂરો પાસેથી પ્રેરણા મળી. દેશના વિશ્વાસનો આભાર વ્યક્ત કરૂ છું. રાષ્ટ્રપતિ કાર્યાકાળ દરમિયાન તમામ વર્ગોનો સહયોગ મળ્યો. તેમણે કહ્યું કે, દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે.

આપણે નાયકોને યાદ કરી રહ્યાં છીએ. જનતા રાષ્ટ્રની નિર્માતા હોય છે. આઝાદીમાં અસંખ્ય લોકોનું યોગદાન રહ્યું છે. ગાંધીજીએ દેશને નવી દિશા આપી. દેશમાં નવી આશાનો સંચાર થયો છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે કાનપુરના પરૌંખ ગામમાં એક ખુબ સાધારણ પરિવારમાં ભણેલ-ગણેલ હોવા છતાં તે એક રાષ્ટ્રપતિ તરીકે દેશને સંબોધિત કરી રહ્યાં છે.

તે માટે હું દેશની જીવંત લોકતાંત્રિક વ્યવસ્થાને સલામ કરૂ છું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન પોતાના પૈતૃક ગામનો પ્રવાસ કરવો અને મારી કાનપુર સ્કૂલમાં વૃદ્ધ શિક્ષકોના આશીર્વાદ લેવા તેમને પગે લાગવું હંમેશા મારા જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંથી એક હશે. પોતાના મૂળ સાથે જાેડાયેલ રહેવું ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે.

હું યુવા પેઢીને વિનંતી કરીશ કે તે પોતાના ગામ કે શહેર અને પોતાની સ્કૂલ અને શિક્ષકો સાથે જાેડાયેલા રહેવાની તે પરંપરાને જાળવી રાખે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું- આપણા પૂર્વજાે અને આપણા આધુનિક રાષ્ટ્ર-નિર્માતાઓએ પોતાના કઠિન પરિશ્રમ અને સેવા ભાવના દ્વારા ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શોને સરિતાર્થ કર્યા છે.

આપણે માત્ર તેમના પદચિન્હો પર ચાલવાનું છે અને આગળ વધતા રહેવાનું છે. રામનાથ કોવિંદે કહ્યું કે પોતાના કાર્યકાળના પાંચ વર્ષ દરમિયાન મેં સંપૂર્ણ યોગ્યતાથી પોતાના દાયિત્વોનું ર્નિવહન કર્યુ છે. મેં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર એસ રાધાકૃષ્ણન અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવી મહાન વિભૂતિઓના ઉત્તરાધિકારી હોવાના નાતે ખુબ સચેત રહ્યો છું.

આ પહેલા રામનાથ કોવિંદે સંસદના સેન્ટ્રલ હોલમાં સાંસદો દ્વારા તેમના માટે આયોજીત કરવામાં આવેલા વિદાય સમારોહમાં પોતાના સંબોધનમાં સંસદને લોકતંત્રનું મંદિર ગણાવ્યું હતું. જ્યાં સાંસદો તે લોકોની ઈચ્છાઓને વ્યક્ત કરે છે, તેણે તેમને ચૂંટીને મોકલ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.