Western Times News

Gujarati News

બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 300 સ્વયંસેવકોએ સોમનાથમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ

Bapa Sitaram Seva Trust swatchhata abhiyan in somnath

સ્વચ્છતા ત્યાં પ્રભુતા… યાત્રીઓને તિર્થધામમાં સ્વચ્છતા જાળવવા કરી અપીલ..

બારમાં વર્ષે થી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે બાપા સિતારામ સેવા ટ્રસ્ટના 300 જેટલા સ્વયં સેવકો દ્વારા તિર્થને સ્વચ્છ કરવામાં આવ્યું. દર વર્ષે આ સેવામંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઇના સંસાધનો, રસોઇનો સામાન, વગેરે લઇ સોમનાથ પહોચે છે.

એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઇ કરે છે. ત્યાર બાદ બિજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજાપુજા અને ધ્વજારોપણ કરી પરત ફરે છે. આ ક્રમ 11 વર્ષથી ચાલી રહ્યો છે, કોરોના મહામારી ના લીધે વર્ષ 2020 તથા 2021 દરમ્યાન આ સફાઇ અભિયાન થઇ શકેલ નહિ પરંતુ આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઇમાં જોડાયા હતા. અને સાંજ સુધીમાં શ્રી સોમનાથ મંદિર સહિત અનેક મંદિરો સ્વચ્છ કર્યા હતા.

300 જેટલા સ્વયં સેવકો સોમનાથ મંદિર, અહલ્યાબાઇ મંદિર, ગોલોકધામ, ભાલકા તિર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ, વિઠલેશ્વર મંદિર-પ્રાચી , શશીભુષણ મહાદેવ ભીડીયા ખાતે સ્વચ્છતા કરી હતી. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઇ કર્મીઓ પણ જોડાયા હતા.

આ અભિયાન બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા શ્રી હરેશભાઇ સોની, બાપા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી સોમનાથ આવતા યાત્રીઓ ને અપિલ કરવામાં આવેલ કે “સ્વચ્છતા ત્યા પ્રભુતા” યાત્રીઓ આ તિર્થધામમાં આવે

ત્યારે સ્વચ્છતા ના આગ્રહી બને અને તીર્થધામમાં કચરો જ્યા-ત્યાં નહિ પણ કચરાપેટીમાં નાખે જેથી સ્વચ્છતા બની રહે. સ્વચ્છતા ત્યાં પવિત્રતા હોય છે, જેમના સમન્વયથી રચાતા આધ્યાત્મિક વાતાવરણની અનુભુતી અન્ય યાત્રીઓ પણ કરી શકે તેવિ લાગણી વ્યક્ત કરેલ હતી.

આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાપા સીતારામ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ અમુલ્ય શ્રમયજ્ઞને બિરદાવેલ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.