Western Times News

Gujarati News

મેઘાલયમાં સેક્સ રેકેટનો પર્દાફાશઃ ૪૦૦ બોટલ દારૂ, ૭૩ લોકોની ધરપકડ

Sex racket busted in Meghalaya: 400 bottles of liquor, 73 people arrested

રેડમાં ૨૭ વાહનો, ૮ ટુ વ્હીલર, ૫૦૦થી વધુ કોન્ડોમ અને ક્રોસબો અને તીર જપ્ત કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી,  દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે ભાજપના નેતાના આ ‘વેશ્યાલય’ પર રેડ પાડી ૬ કિશોર બાળકીને બચાવવાની સાથે જ ૭૩ લોકોની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રેડ દરમિયાન દારૂની લગભગ ૪૦૦ બોટલ અને ૫૦૦થી વધુ કોન્ડોમ મળી આવ્યા છે. Sex racket busted in Meghalaya: 400 bottles of liquor, 73 people arrested

વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના એસપી વિવેકાનંદ સિંહે ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે એક ગુપ્ત સૂચનાના આધારે આતંકવાદીમાંથી નેતા બનેલા મરકના સ્વામિત્વવાળા ફાર્મહાઉસ રિંપૂ બાગાન પર શનિવારે રેડ પાડવામાં આવી હતી.

આ દરમિયાન અમે છ સગીરને બચાવી છે, જેમાં ચાર છોકરા અને બે છોકરીઓને બચાવ્યા છે. આ બાળકો વેશ્યાવૃત્તિ માટે મેઘાલય ભાજપના ઉપાધ્યક્ષ બર્નાર્ડ એન મારક અને તેમના સહયોગીઓ દ્વારા રિંપૂ બાગાનમાં ગંદા કેબિન જેવા રૂમમાં બંધ મળ્યા હતા.

એસપીએ જણાવ્યું કે તમામ બાળકોને સુરક્ષિત અને કાયદા અનુસાર જરૂરી કાર્યવાહી માટે જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે રેડમાં ૨૭ વાહનો, ૮ ટુ વ્હીલર, લગભગ ૪૦૦ બોટલ દારૂ, ૫૦૦થી વધુ કોન્ડોમ અને ક્રોસબો અને તીર જપ્ત કરવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે ૭૩ લોકોને તેમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તે ફાર્મહાઉસમાં ૩૦ નાના રૂમ છે. પોલીસ અધિકારી કહ્યું કે આ તે જ જગ્યા છે, જ્યાં એક છોકરીનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને તેના સંબંધમાં ફેબ્રુઆરીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો કે છોકરીના પરિજનોને તેનું એડ્રેસ રિંપૂ બાગાન જણાવ્યું હતું.

વિવેકાનંદ સિંહે કહ્યું કે એક અઠવાડિયા પહેલાં ઘણી સગીરાનું યૌન શોષણ થયું હતું અને કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપી તેને તેના મિત્રને રિંપૂ બાગાન લઇ ગયા હતા.

અધિકારીએ કહ્યું કે તુરા શહેરના નિવાસીઓની ઘણી મૌખિક ફરિયાદો મળી હતી. જેમાં આરોપ પણ લગાવ્યો હતો કે રિંપૂ બાગાનમાં અનૈતિક ગતિવિધિઓ ચાલી રહી હતી, ત્યારબાદ ઓપરેશનની યોજના બનાવવામાં આવી હતી.

રેડ દરમિયાન પોલીસના ઘણા યુવક અને યુવતિઓ કપડાં વિના અને દારૂ સાથે મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે તમામ ૬૮ ની ધરપકડ કરવામાં આવી છે. કાર્યવાહક અને ત્રણ કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.