Western Times News

Gujarati News

ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે ડ્રેગન: LAC પાસે જાેવા મળ્યું ચીની વિમાન

Dragon trying to provoke India: Chinese aircraft found flying near LAC

ભારત-ચીન વચ્ચે સતત થઈ રહેલી કમાન્ડર સ્તરની વાતચીત છતાં ચીન પોતાની હરકત છોડી રહ્યું નથી

લદ્દાખ, તમામ ચેતવણી છતાં ચીન ભારતને ઉશ્કેરવાનું છોડી રહ્યું નથી. કોર કમાન્ડર સ્તરની વાતચીત થયા બાદ પણ ચીની લડાકૂ વિમાન પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલની નજીક ઉડાન ભરી રહ્યાં છે.

છેલ્લા ત્રણ-ચાર સપ્તાહમાં ઘણીવાર આ ગતિવિધિ જાેવા મળી છે. ચીની વિમાનોની આ હરકતને સરહદ પર ભારતીય રક્ષા સિસ્ટમની જાસૂસી તરીકે જાેવામાં આવી રહી છે. તો ભારતીય વાયુસેના સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ચીની લડાકૂ વિમાન જેમાં જે-૧૧ સામેલ છે, સતત ભારતીય સેનાની નજીક ઉડાન ભરી રહ્યાં છે. તે પણ જાેવા મળ્યું કે ચીની વિમાન ઘણીવાર ૧૦ કિમીની તે નક્કી રસહદને પણ ક્રોસ કરી છે, જેને કોન્ફિડેન્સ બિલ્ડિંગ મેજર કહેવામાં આવે છે.

તો ચીનની આ હરકતને જાેતા ભારતીય સેનાએ પણ મહત્વના પગલા ભર્યા છે. ભારતે મિગ-૨૯ અને મિરાજ ૨૦૦૦ જેવા વિમાનોને સરહદની નજીક તૈનાત કર્યા છે. જેથી ચીન કોઈ હરકત કરે તો તેનો જવાબ આપી શકાય.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીની વિમાનોની આ હરકત પાછળ તેનો ડર છે. હકીકતમાં ઈન્ડિયન એરફોર્સે લદ્દાખ સેક્ટરમાં પોતાના બેસને અપગ્રેડ કર્યો છે. તેના દ્વારા ચીનની ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. ભારતીય વાયુસેના પોતાના અંદાજમાં ચીનને જવાબ આપી રહી છે. તો ચીની લડાકૂ વિમાનોની ઉડાનની પેનર્ટ પર પણ નજર રાખી રહી છે.

તે વાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે ચીનના વિમાન કઈ ઉંચાઈ પર અને કેટલો સમય ઉડાન ભરે છે. ચીની વિમાનો દ્વારા ઉશ્કેરવાની હરકતો ૨૪-૨૫ જૂનથી શરૂ થઈ છે. ત્યારે એક ચીની વિમાને પૂર્વી લદ્દાખમાં ભરતીય સરહદની નજીક ઉડાન ભરી હતી.

ત્યારબાદ ઘણીવાર એલએસીની નજીક ચુમાર સેક્ટરમાં આ રીતે સીમા રેખાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. તો ભારતીય વાયુસેનાએ પણ આ ક્ષેત્રમાં પોતાની ઉડાન વધારી છે. નોંધનીય છે કે ચીન દ્વારા એપ્રિલ-મે ૨૦૨૦માં એલએસી પર યથાસ્થિતિ બદલવાના પ્રયાસ બાદથી ભારત એલર્ટ થઈ ગયું છે. ત્યારબાદથી ભારત લદ્દાખ ક્ષેત્રમાં ઝડપથી પોતાના મિલિટ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં લાગ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.