Western Times News

Gujarati News

દુનિયાભરમાં મોંઘવારી ઉપર જઈ રહી છેઃ ખાણીપીણીની કિંમતો વધી

Inflation is on the rise worldwide: Food prices rise

વિકાસશીલ દેશો ઉપરાંત સિંગાપોર જેવી એડવાન્સ અર્થવ્યવસ્થાવાળો દેશ પણ પીડિત

નવી દિલ્હી,  દુનિયાભરમાં મોંઘવારી આભને આંબી રહી છે. મોંઘવારી વચ્ચે લોકો પરેશાન થઈ રહ્યાં છે. લોકો સૌથી વધુ પરેશાન ખાણીપીણીની વધતી કિંમતોથી થઈ રહ્યાં છે. વિકાસશીલ દેશો ઉપરાંત સિંગાપોર જેવી એડવાન્સ અર્થવ્યવસ્થાવાળો દેશને પણ તેનાથી પીડિત છે.

ઘરેલુ કિંમતોને કાબૂ કરવામાં અનેક દેશોએ એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પીટીઆઈના ખબર અનુસાર, મલેશિયાએ ગત મહિના જીવતા બોઈલર ચિકનના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. મલેશિયા સૌથી વધુ સંખ્યામાં પોલ્ટ્રીનું ઈમ્પોર્ટ કરનારો સિંગાપોર દેશ પણ તેનાથી પ્રભાવિત છે.

તેલથી લઈને ચિકન સુધીની કિંમતોના ભાવ વધી રહ્યાં છે. જેને કારણે આ વેપાર સાથે સંકળાયેલા લોકો ભાવ વધારો કરી રહ્યાં છે. આ કારણે લોકોની ખાણીપીણીની વસ્તુઓના ભાવ ૧૦ થી ૨૦ ટકા વધી ગયા છે. આ કારણે લોકોને પોતાનુ વસ્તુઓ માટે વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે અથવા તો પોતાની ખાણીપીણી પર કન્ટ્રોલ કરવો પડી રહ્યો છે.

લેબનાનમા સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય કાર્યક્રમ લોકોને ભોજન ખરીદવા માટે રૂપિયા આપી રહ્યું છે. બેરુતમાં રહેનારી ટ્રેસી સલિબા કહે છે કે, હું હવે માત્ર જરૂરી સામાન અને ભોજન જ ખરીદુ છું.

ભારતીય અર્થતંત્ર હાલ બેવડા સંકટનો સામનો કરી રહ્યું છે. કોવિડ મહામારીની અસર ઓછી થઈ એ પછી, દેશની ખરાબ અર્થવ્યવસ્થા રિકવર થશે એવી અપેક્ષા હતી. પરંતુ મોઘવારી અને ઝડપથી સતત ગગડી રહેલા રૂપિયાએ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ વધુ અઘરું કરી દીધું છે.

જૂનમાં દેશમાં છૂટક મોંઘવારી દર ૭.૦૧ ટકા હતો. જાેકે મે મહિનામાં તે ૭.૦૪ ટકાથી ઓછો હતો પરંતુ તેમ છતાં તે આરબીઆઈની મહત્તમ મર્યાદા એટલે કે ૬ ટકાથી વધુ છે. બીજી તરફ ડૉલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. મંગળવારે ડૉલર સામે રૂપિયો ગગડીને ૮૦ના સ્તરને પાર કરી ગયો હતો. ડૉલર મોઘોં થવાને કારણે ભારતની આયાત મોઘીં થઈ રહી છે અને તેના કારણે સ્થાનિક બજારમાં વસ્તુઓની કિંમતો પણ વધી રહી છે. ૧૦-૨૦ ટકા વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યાં છે.

આર્થિક અનુસંધાન એજન્સી કેપિટલ ઈકોનોમિક્સના અનુસાર, ઉભરતા માર્કેટમાં ખાદ્ય વસ્તુઓની કિંમતો આ વર્ષે અંદાજે ૧૪ ટકા અને વિકસીત અર્થવ્યવસ્થાઓમાં ૭ ટકા વધી છે. એજન્સીએ અનુમાન લગાવ્યું કે, વધુ મંદી ને કારણે વિકસિત માર્કેટમાં આ વર્ષે અને આગામી વર્ષે પણ ખાણીપીણીની વસ્તુઓ પર પરિવારોને વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે.

વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અને સંયુક્ત રાષ્ટ્રની ચાર અન્ય એજન્સીઓએ વૈશ્વિક રિપોર્ટમાં જમાવ્યુ કે, ગત વર્ષે ૨.૩ અરબ લોકોને ગંભીર કે મધ્યમ સ્તરીના ભૂખમરાનો સામનો કરવો પડ્યો હતો.

સુડાનમાં હાલ હાલત બહુ જ ખરાબ છે. જ્યાં મંદી આ વર્ષે ૨૪૫ ટકાના અવિશ્વસનીય સ્તર પર પહોંચી શકે છે. તો ઈરાનમાં પણ મે મહિનામાં ચિકન, ઈંડા અને દૂધનો ભાવ ૩૦૦ ટકા સુધી પહોંચી ચૂક્યો છે. દુષ્કાળ, સપ્લાય ચેનના ઈશ્યુ, વીજળીના ભાવ અને ખાતરના ઉંચા ભાવને કારણે દુનિયાભરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ આસમાને આંબી રહ્યાં છે.

મોંઘવારીનો માર વિકાસશીલ દેશોના નીચલા વર્ગના લોકો પર પડી રહ્યો છે. તેમના માટે ભરપેટ ખાવાની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બીન ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.