Western Times News

Gujarati News

પ્લેનમાં એર હોસ્ટેસ ચા કોફી કેમ નથી પીતા?

નવી દિલ્હી, જાે તમે ક્યારેય ફ્લાઇટમાં મુસાફરી કરી હોય, તો તમે સફર દરમિયાન ચા-કોફી પીધી હશે. પરંતુ શું તમે ક્યારેય ફ્લાઇટમાં કેબિન ક્રૂ અને એર હોસ્ટેસને ફ્લાઇટ દરમિયાન ચા કે કોફી પીતા જાેયા છે? કદાચ નહિ જ જાેયા હોય. તમને જાણીને આશ્ચર્ય થશે કે ક્રૂ મેમ્બર્સ ક્યારેય ફ્લાઇટની અંદર ચા-કોફી પીતા નથી.

આ પાછળનું કારણ જાણીને તમે પણ આગળથી ફ્લાઇટમાં ચા-કોફી મંગાવતા પહેલા અનેક વાર વિચારશો. તમને જણાવી દઈએ કે, એક ફ્લાઈટ એર હોસ્ટેસ સિએરા મિસ્ટે આ રહસ્ય જણાવ્યું છે. સિએરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ટિકટોક એકાઉન્ટ પર તેના ૩૧ મિલિયન ફોલોઅર્સ છે. તે ઘણીવાર ફ્લાઇટ અને તેના કામ સાથે સંબંધિત માહિતી શેર કરે છે.

આ દિવસોમાં તેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેણે ફ્લાઇટ અટેન્ડન્ટ અને પાયલટના રહસ્યો ખોલ્યા છે. સિએરા મિસ્ટે વીડિયોમાં કહ્યું છે કે, ક્રૂ મેમ્બર્સ ફ્લાઇટમાં પાણીની ટાંકીનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેણે લખ્યું, “હું તમને ફ્લાઇટ એટેન્ડન્ટ સાથે જાેડાયેલા કેટલાક રહસ્યો જણાવીશ. હું શરત લગાવી શકું છું કે, તમે આ વિશે જાણતા નહીં હોય.”

તેણીએ કહ્યું કે જ્યાં સુધી તે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી અમે ફ્લાઇટમાં ચા કોફી પીતા નથી, કારણ કે અમે ચા અને કોફી બનાવવા માટે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તે વિમાનની ટાંકીમાંથી આવે છે. જેને ક્યારેય સાફ કરવામાં આવતી નથી. સિએરાએ વધુમાં જણાવ્યું હતું કે, એરલાઇન્સ કંપનીઓ સમયાંતરે પાણીની તપાસ કરે છે.

પરંતુ જાે પાણીમાં કશું ન મળે તો ટાંકી સાફ થતી નથી. એર હોસ્ટેસે ફ્લાઇટનું બીજું રહસ્ય પણ શેર કર્યુ છે. તેમણે કહ્યું કે, એર હોસ્ટેસ હંમેશા ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન સનસ્ક્રીન લગાવે છે. સીએરાએ તેની પાછળનું કારણ પણ જણાવ્યું હતું. “અમે આવું એટલા માટે કરીએ છીએ કારણ કે અમારે દરરોજ જમીનથી ૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ ફ્લાઇટ્‌સમાં મુસાફરી કરવી પડે છે.

ફ્લાઇટ ઓઝોનના સ્તરની એકદમ નજીક ઊડે છે. આવી સ્થિતિમાં ઓઝોન રેડિએશનનું જાેખમ ખૂબ વધી જાય છે. આરોગ્ય વીમા કંપનીઓ ક્રૂ મેમ્બર્સને અવકાશયાત્રીઓ અને રેડિયોલોજિસ્ટની શ્રેણીમાં મૂકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.