Western Times News

Gujarati News

108ની ટીમે મહિલાને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી, કાંગારૂ મધર કેર ટ્રીટમેન્ટ આપી

પ્રતિકાત્મક

બાળકનું માથું ફસાઈ ગયું હતું-વિરમપુરની ૧૦૮ની ટીમે પ્રસૂતાને સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી

પાલનપુર, વિરમપુર ૧૦૮ની ટીમને પ્રસૂતિનો કોલ મળતા ૧૦૮ ટીમના ઈ.એમ.ટી. રાહુલભાઈ અને પાઈલોટ ભવાનજીભાઈ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને પ્રસૂતિનો કેસ સરકારી હોસ્પિટલમાંથી રિફર કેસ હતો દર્દી બચુબેન અમીરગઢ તાલુકાના જાંબુપાણી ગામથી વીરમપુર સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા

અને ૧૦૮ના ઈ.એમ.ટી.એ ત્યાંના ફરજ પર ડો. સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બાળકનું માથું ફસાઈ ગયુ છે અને પ્રસૂતિ કરવી મુશ્કેલ છે તરત એક ક્ષણનો વિલંબ કર્યા વગર દર્દીને એમ્બ્યુલન્સમાં લીધા બાદ થોડે દૂર પહોંચતા દર્દી બચુબેનને પીડા થતી હતી

દર્દીની આગળની હિસ્ટ્રી લેતા દર્દીનું એચ.બી. ઓછું હતું (૮ ટકા) અને બાળક તંદુરસ્ત હોવાના કારણે બાળકનું માથુ ડિલિવરીના માર્ગમાં ફસાઈ ગયું હતું. આવી સ્થિતિમાં બાળક આગળ સરકતું ન હતું અને આવા કેસમાં માતા અને બાળકનો જીવ બન્ને મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ૧૦૮ના તાલીમબધ્ધ રાહુલભાઈએ ૧૦ૅ૮ અમદાવાદ હેડ ઓફિસ સ્થિત તબીબની માહિતી અને ૧૦૮ના પાઈલોટ ભવાનજી મહુડિયાની મદદથી બચુબેનની સફળ પ્રસૂતિ કરાવી અને બાબાનો જન્મ થયો હતો

અને દર્દી બચુબેનને જરૂરી સારવારમાં ઈજેકશન, ઓક્સિજન અને બાળકને સકશન કર્યા પછી કાંગારૂ મધર કેર આપી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડયા હતા. બનાસકાંઠા જિલ્લાના સુપરવાઈઝર નીતિન ગોરાદરાએ જણાવ્યું હતું કે, વિરમપુર ૧૦૮ની ટીમને આ કેસ મળ્યો હતો અને આ કેસ ગંભીર હતો અને આવા કેસની સંખ્યા ખૂબ જ ઓછી આવતી હોય છે. દર્દીને સારવારની સાથે (કાંગારૂ મધર કેર) જે ટ્રિટમેન્ટ આપવામાં આવતી હોય છે તે માતા અને બાળક માટે ફાયદાકારક હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.