Western Times News

Gujarati News

ભારે વાહનોએ મોટા ખાડાથી બચવા સર્વિસ રોડનો ઉપયોગ શરૂ કર્યો

આમોદ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર મસમોટા ખાડાથી જાણે નાના તળાવો ભરાયા ઃ બચ્ચો કા ઘર પાસે સર્વિસ રોડ ઉપરની ગટર તૂટી જતાં અકસ્માતનો ભય-રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર પડેલા મસમોટા ખાડાને કારણે જાણે નાના તળાવો બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે.તેમજ રોડ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ જતાં ટુ વ્હીલર ચાલકો પરેશાન બન્યા છે.

ભારદારી વાહનો મોટ ખાડાઓ બચાવવા જતા સર્વિસ રોડનો ઉપયોગ શરૂ કરતાં આમોદના બચ્ચો કા ઘર પાસે આવેલી સર્વિસ રોડની ગટર તૂટી જતાં હવે અકસ્માતનો ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે નેશનલ હાઈવે ઉપરના પડેલા મસમોટા ખાડાનું પુરાણ કરાવી સમથળ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર મસમોટા ખાડાને કારણે નાના તેમજ ભારદારી વાહન ચાલકોને આર્થિક નુકશાન વેઠવું પડે છે તેમજ બે ફૂટ ઊંડા ખાડાને કારણે વાહનો રસ્તામાં જ ખોટકાઈ જતાં હોય ઈમરજન્સી સેવાઓ ઉપર પણ અસર પડી રહી છે.

આ બાબતે આમોદ – જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખે હાઈવે ઓથોરિટીને સાત દિવસનું અલ્ટીમેટમ આપી હાઈવે ઉપરના મસમોટા ખાડા રીપેર કરવાની માંગ કરી છે.જાે સાત દિવસમાં રીપેરીંગ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.