Western Times News

Gujarati News

૨૦૨૫ મહિલા વન-ડે વર્લ્ડ કપનું આયોજન ઈન્ડિયા કરશે: ICCની જાહેરાત

મુંબઇ, ૨૦૨૪થી લઈને ૨૦૨૭ સુધીની મહિલા ક્રિકેટમાં આઇસીસીની ચાર ટુર્નામેન્ટમાંથી ત્રણનું આયોજન ભારત ઉપમહાદ્રીપમાં કરવામાં આવશે. ૨૦૨૫માં વન-ડે વર્લ્ડ કપનું આયોજન કરવાની જવાબદારી ભારતે ઉપાડી છે. ટી૨૦ વર્લ્ડ કપની જવાબદારી ૨૦૨૪માં બાંગ્લાદેશ અને ૨૦૨૬માં ઇગ્લેન્ડે ઉપાડી છે. શ્રીલંકા ૨૦૨૭માં ટી૨૦ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે.

આઇસીસીનું કહેવું છે કે પ્રતિસ્પર્ધી બિડિંગ પ્રોસેસ દ્વારા કોણ ક્યારે કઈ ટુર્નામેન્ટને હોસ્ટ કરશે એ પસંદ કરવામાં આવ્યું છે. બોર્ડની સબ કિમટીએ દરેક બિડની ખૂબ જ બારીકાઈથી સમીક્ષા કરી હતી. આ કમિટીમાં બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ હાજર હતા.આઇસીસીના હેડ ગ્રેગ બાર્કલે કહ્યું કે મહિલાઓની ગેમમાં ઝડપથી વિકાસ લાવવું એ ICCની પ્રાથમિક્તામાની એક છે.

આ ટુર્નામેન્ટને દુનિયાના સૌથી મોટા માર્કેટમાં લઈ જઈને ક્રિકેટના અરબો ફેન્સ સુધી એને પહોંચાડી તેમની સાથેના સંબંધને વધુ મજબૂત બનાવવા એ બોર્ડની પ્રાયોરિટી છે.

૨૦૨૫ના ભવ્ય આયોજન માટે ભારતની મેજબાની વિશે બીસીસીઆઇના સચિવ જય શાહે કહ્યુ કે બોર્ડ આ ટુર્નામેન્ટને યાદગાર બનાવવા માટેની કોઈ કસર નહીં છોડે. આ આયોજનથી ઇન્ડિયા આઇસીસીની ટુર્નામેન્ટમાં વધુને વધુ લોકપ્રિયતા વધારવા માટેની કોશિશ કરશે.

તેમણે એ પણ કહ્યું હતું કે આઇસીસી ભારતમાં મહિલા ક્રિકેટનો હોસ્ટ કરવા માટે એકદમ કટીબદ્ધ છે. ઇન્ડિયા પાસે દરેક રિસોર્સ છે અને એથી વિશ્વ કપને તેઓ સફળ બનાવીને રહેશે.

મેજબાનોની જાહેરાત બાદ એક વાત સામે આવી છે કે પાકિસ્તાનને એક પણ ટુર્નામેન્ટ આપવામાં નથી આવી. એવું પણ શક્ય છે કે પાકિસ્તાને આ બિડિંગ પ્રોસેસમાં ભાગ ન લીધો હોય. આ વિશેની કોઈ જાણકારી સામે નથી આવી. મહિલા ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશ બીજી વાર કરી રહ્યું છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.