Western Times News

Gujarati News

દિલ્લી-NCR સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઃ ૭ ઓગસ્ટ સુધી એલર્ટ

નવીદિલ્લી, રાજધાની દિલ્લીમાં વરસાદના અભાવે લોકો હજુ પણ પરેશાન છે. જાે કે હવામાન વિભાગનુ કહેવુ છે કે તેમની પરેશાનીઓ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે કારણ કે વિભાગે તેના લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજથી ભારે વરસાદનો સમયગાળો શરૂ થઈ શકે છે. તેણે આજથી અહીં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. ૨૯ જુલાઈથી ૭ ઓગસ્ટ સુધી મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ જાહેર કર્યુ છે.

આઇએમડીએ આજથી ૩૧ જુલાઈ સુધી દિલ્લી તેમજ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામમાં અલગ-અલગ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે બીજી તરફ દિલ્લીમાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.

ઉત્તરાખંડમાં પણ યલો એલર્ટ યથાવત છે. ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, ટિહરી ગઢવાલ, પૌરી ગઢવાલ, હરિદ્વાર અને દેહરાદૂનમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. તો હિમાચલ અને કાશ્મીરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હળવાથી ભારે વરસાદનુ અનુમાન હળવાથી ભારે વરસાદનુ અનુમાન આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આશંકા છે અને તેના માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

જ્યારે પર્વતો પર પણ વરસાદની અપેક્ષા છે, ત્યારે હિમાચલમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે જણાવ્યું છે કે કાશ્મીરમાં આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ઓરિસ્સામાં આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્રમાં હળવો વરસાદ. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.