Western Times News

Gujarati News

એરફોર્સનો ૬૦ વર્ષ જૂની મિગની વધુ એક સ્કવોડ્રન નિવૃત્ત કરવાનો નિર્ણય

Mig Fighter India

(એજન્સી)નવી દિલ્હી, ભારતીય એરફોર્સ ૬૦ વર્ષથી જેનો ઉપયોગ કરે છે તે મિગ-૨૧ વિમાનો હવે એટલા જાેખમી બની ગયા છે કે એરફોર્સ હવે આ વિમાનોને પાંચ વર્ષ પણ ઉડાવી શકે તેમ નથી.

ગઈકાલે રાજસ્થાનમાં મિગ-૨૧ ટાઈપ- ૬૯ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં બે યુવાન પાઈલટના મોત થયા હતા. વિંગ કમાન્ડર એમ. રાણા અને ફ્લાઈટ લેફ્ટનન્ટ અદ્વિતિય બાલ જેવા હોનહાર પાઈલટ ગુમાવ્યા પછી એરફોર્સની આંખ ઉઘડી છે અને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મિગ બિસન વિમાનની વધુ એક સ્ક્વોડ્રનને રિટાયર કરી દેવાનો ર્નિણય લીધો છે.

આ ઉપરાંત ૨૦૨૫ સુધીમાં બાકીના મિગ વિમાનોને પણ સેવાનિવૃત્ત કરી દેવામાં આવશે. ભારતીય એરફોર્સ (આઈએએફ) હવે સ્વદેશી બનાવટના એલએસી તેજસ વિમાનોનું ઉત્પાદન વધારવા પર ધ્યાન આપશે અને સોવિયેત યુગના વિમાનોને માનભરી વિદાય આપવામાં આવશે. મિગ વિમાનોના એક્સિડન્ટ એટલા બધા વધી ગયા છે કે તેના પર દેશની સુરક્ષાનો ભાર મુકી શકાય તેમ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.